Naresh Patel Meeting with PM Modi : દિલ્હીમાં નરેશ પટેલની PM સાથેની બેઠકમાં ક્યા પાટીદાર નેતાએ ભજવી સેતુરૂપ ભૂમિકા ? જાણો વિગત
Khodaldham Naresh Patel: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે શનિવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.
Delhi News: ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે શનિવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી. નરેશ પટેલ સાથે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પણ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત રાજકીય ન હોવાની વાત નરેશ પટેલ કહી રહ્યા છે. દિલ્હીમાં પીએમ સાથે નરેશ પટેલની બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સેતુરૂપ ભૂમિકા ભજવી હતી. નરેશ પટેલ અને ખોડલધામના ટ્રસ્ટીઓ ની બેઠકમાં મનસુખ માંડવીયા સાથે રહ્યા હતા. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા સાથે ધનીષ્ઠ સબંધ છે. વિધાનસભા ચૂંટણી પહેલા લેઉવા પાટીદાર નેતાઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને લઈને સૌરાષ્ટ્રમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે.
બીજી તરફ પીએમ મોદી ખોડલધામની મુલાકાત લઈ શકે છે. જેના આમંત્રણને લઇને ચર્ચા થઈ હોય તેવી અટકળો ચાલી રહી છે. આ ઉપરાંત રમેશ ટીલાળાએ પણ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી.
દિવાળી પહેલા દિલ્હીની હવા થઈ ઝેરીલી, જાણો કેટલું છેપ્રદૂષણ
દિવાળી પહેલા દિલ્હી-એનસીઆર પ્રદૂષણની ઝપેટમાં છે. રાષ્ટ્રીય રાજધાની દિવાળી પહેલા જ ધુમ્મસની લપેટમાં છે. રવિવારે સવારે 6 વાગ્યે દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 266 હતો. આનંદ વિહારનો AQI 373 (PM1O સ્તર) છે જે અત્યંત નબળી શ્રેણીમાં આવે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીમાં સવારે 6 વાગ્યે સરેરાશ AQI 266 હતો. આનંદ વિહારમાં 373, દ્વારકા સેક્ટર 8માં 235, ITOમાં 265 અને પુસામાં 220 નોંધાયા હતા. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) અનુસાર, જો દિલ્હીમાં આ દિવાળીના ફટાકડા ગયા વર્ષની સરખામણીમાં 25 ટકા પણ હશે તો પ્રદૂષણ ગંભીર સ્તરે હશે. આ દાવો સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR) દ્વારા કરવામાં આવ્યો છે. SAFAR મુજબ, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પવનો 24 ઓક્ટોબરથી દિલ્હી તરફ આગળ વધશે અને મોટાભાગે દિલ્હીમાં સ્ટબલ સળગાવવાથી સંબંધિત ઉત્સર્જન લાવશે.
આ પણ વાંચોઃ
T20 World Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, આ 10 ખેલાડીઓ વચ્ચે જોવા મળશે ટક્કર