શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભાવનગરમાં કોરોનાના એક સાથે 5 કેસ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં, રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 68 થઈ
આ પહેલા રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક એક કેસ પોઝિટવ આવ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આજે ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચી ગયો છે. ભાવનગરનાં વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે. સાથે સાથે ઘોઘારોડ શિશુવિહાર અને જેસરના કેસ નો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ અગાઉ પણ ભાવનગરમાં કોરાના કારણે એક નું મોત નીપજ્યું હતું વધુ પાંચ કેસ આવતા તંત્ર માં દોડધામ મચી છે. તે સાથે શહેરમાં લોક ડાઉનનું ચુસ્તપણે અમલ થાય અને લોકો હવે ઘર ની બહાર ના નીકળે તેવી તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.
આ પહેલા રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક એક કેસ પોઝિટવ આવ્યા હતા. અમદાવાદ અને સુરતમા પણ રવિવારે એક એક કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. આજના કુલ 5 કેસ સહિત રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 68 થઈ ગઈ છે.
રાજકોટ ગ્રામ્યમાં જે કેસ પોઝિટિવ નોંધાયો હતો તેની ફ્રાન્સની ટ્રાવેલ હિસ્ટ્રી છે. 36 વર્ષીય યુવકને કોરોના વાયરસ પોઝિટિવનો કેસ નોંધાયો છે. રાજકોટમાં કોરોનાના કુલ નવ પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. ગીર સોમનાથમાં વધુ એક કેસ નોંધાતા ત્યાં કુલ 2 કેસ થયા છે. જ્યારે પોરબંદર જિલ્લામાં પ્રથમ કોરોના વાયરસનો કેસ નોંધાયો છે.
કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં પાંચલોકોના મોત થયા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાંથી એક વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે.
ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ રવિવારે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion