શોધખોળ કરો
Advertisement
Gujarat PUC Rates: રાજ્ય સરકારે અલગ-અલગ વાહનો માટે PUCના દરમાં કર્યો વધારો, જાણો વિગત
New PUC rates in Gujarat: રાજ્યના વાહન ચાલકો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન ચાલકોને હવે PUC કઢાવવા માટે ખિસ્સુ થોડુ વધુ ખાલી કરવુ પડશે.
ગાંધીનગર: રાજ્યના વાહન ચાલકો માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન ચાલકોને હવે PUC કઢાવવા માટે ખિસ્સુ થોડુ વધુ ખાલી કરવુ પડશે. રાજ્ય સરકારે અલગ-અલગ વાહનો માટે PUCના દરમાં વધારો કર્યો છે.
વાહનોની વાત કરીએ તો મોપેડ માટે PUCના ભાવ 10 રૂપિયા હતા જે હવે વધીને 30 થઈ ગયા છે. જ્યારે ટુ વ્હીલર માટે PUCના ભાવ 10થી વધારીને 30 રૂપિયા કરાયા છે. LPG,પેટ્રોલના થ્રી વ્હિલર વાહનો માટે પહેલા 25 હતા જે હવે વધીને 60 થયા છે.
ડિઝલથી ચાલતા થ્રી વ્હિલર વાહનો માટે 25થી વધારીને 60 રૂપિયા કરાયા છે. LMV સીએનજી,એલપીજી અને પેટ્રોલ વાળા ચાલતા વાહન માટે 50 રૂપિયાથી વધારીને 80 રૂપિયા કરાયા છે. જ્યારે મીડિયમ અને હેવી વાહનોના PUC માટે 60 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion