(Source: ECI/ABP News/ABP Majha)
BJPએ ઘણા રાજ્યોમાં પ્રદેશ પ્રભારી અને સહ પ્રભારીની કરી નિમણૂક, આ નેતાઓને મળ્યું સ્થાન
ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે 23 રાજ્યો અને ઉત્તર-પૂર્વના રાજ્ય પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે 23 રાજ્યો અને ઉત્તર-પૂર્વના રાજ્ય પ્રભારીઓ અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે. ધારાસભ્ય અશોક સિંઘલને અરુણાચલ પ્રદેશના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીકાંત શર્મા હિમાચલ પ્રદેશના પ્રભારી હશે અને સંજય ટંડન સહ-પ્રભારી હશે. પાર્ટીએ જમ્મુ-કાશ્મીરના પ્રભારીની કમાન તરુણ ચગને સોંપી છે.
Bharatiya Janata Party appoints State in-charge and Co-in charge for various States pic.twitter.com/p9gRmBmoJy
— ANI (@ANI) July 5, 2024
રાધા મોહન દાસ અગ્રવાલને કર્ણાટકના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને પંજાબના પ્રભારી તરીકે ફરી એક વખત યથાવત રાખવામાં આવ્યા છે. પંજાબમાં સહ પ્રભારી તરીકે ડૉ નરીંદર સિંઘની નિમણૂક કરાઈ છે. ધારાસભ્ય દુષ્યંત પટેલને દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
નોર્થ ઈસ્ટ સ્ટેટમાં સંબિત પાત્રાના કોઓર્ડિનેટર બનાવવામાં આવ્યા છે, જ્યારે વી મુરલીધરનને જોઈન્ટ કોઓર્ડિનેટર બનાવાયા છે. ઘણા સિનિયર નેતાઓને પ્રભારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.
રાજ્ય | પ્રદેશ પ્રભારી | સહ પ્રભારી |
આંદામાન નિકોબાર | રધુનાથ કુલકર્ણી | |
અરુણાચલ પ્રદેશ | અશોક સિંઘલ | |
બિહાર | વિનોદ તાવડે | દિપક પ્રકાશ |
છત્તીસગઢ | નિતિન નબીન | |
દાદરા નગર હવેલી અને દીવદમણ | દુષ્યંત પટેલ | |
ગોવા | આશિષ સુદ | |
હરિયાણા | ડૉ સતિષ પુનિયા | સુરેન્દ્રસિંઘ નાગર |
હિમાચલ પ્રદેશ | શ્રિકાંત શર્મા | સંજય ટંડન |
જમ્મુ કાશ્મીર | તરુણ ચગ | આશિષ સુદ |
ઝારખંડ | લક્ષ્મીકાંત બાજપેઈ | |
કર્ણાટક | રાધામોહનદાસ અગ્રવાલ | સુધાકર રેડ્ડી |
કેરલ | પ્રકાશ જાવડેકર | અપરાજિતા સારંગી |
લદ્દાખ | તરુણ ચગ | |
મધ્યપ્રદેશ | મહેંદ્રસિંહ | સતિષ ઉપાધ્યા |
મણિપુર | અજિત ગોપચડે | |
મેઘાલય | અનિલ એન્ટોની | |
મિઝોરમ | દેવેશ કુમાર | |
નાગાલેન્ડ | અનિલ એન્ટોની | |
ઓરિસ્સા | વિજયપાલસિંહ તોમર | લતા ઉસેંડી |
પુડુચેરી | નિર્મલકુમાર સુરાના | |
પંજાબ | વિજય રુપાણી | નરિંદરસિંઘ |
સિક્કિમ | દિલિપ જયસ્વાલ | |
ઉત્તરાખંડ | દુષ્યંત કુમાર ગૌતમ | રેખા વર્મા |
નોર્થ ઈસ્ટ સ્ટેટ | કોઓર્ડિનેટર -સંબિત પાત્રા | |
જોઈન્ટ કોઓર્ડિનેટર - વી મુરલીધરન | ||