શોધખોળ કરો
Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, કડીમાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદથી જનજીવન ખોરવાયુ, ઘરો અને શેરીઓમાં ભરાયા કેડસમા પાણી...
ભારે વરસાદથી ધોરાજીનો ભાદર-2 ડેમ છલકાયો, નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ, હાલ 575 ક્યૂસેક પાણીની આવક

(તસવીર- એબીપી લાઇવ)
1/6

Gujarat Rain: ગુજરાતમાં અત્યારે ચોમાસાના પહેલા વરસાદે જ તબાહી મચાવી છે, ચોમાસુ બરાબર જામ્યુ છે. ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે. છેલ્લા પાંચ-છ દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદી હેલી થઇ છે.
2/6

ખાસ વાત છે કે, દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં પણ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. ગઇકાલે મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,
3/6

સવા પાંચ ઇંચ વરસાદથી આખુ કડી જળબંબાકાર થઇ ગયુ હતુ. નીચાણવાળા વિસ્તારોમા હજુ પણ પાણીનો ભરાવો દેખાઇ રહ્યો છે.
4/6

મળતી માહિતી પ્રમાણ, સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે.
5/6

ગઇકાલે રાજ્યમાં કુલ 110 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો જેમાં સૌથી વધુ મહેસાણા જિલ્લાના કડીમાં નોંધાયો હતો, કડીમાં છેલ્લા 24 કલાકમાં સવા પાંચ ઇચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ હતુ. તાજા અપડેટ પ્રમાણે, મહેસાણાના કડી શહેરમાં સવા પાંચ ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.
6/6

કડીના અલગ-અલગ વિસ્તારોમાં પાણીનો જોરદાર ભરાવો થયો છે, નીચાણવાળા વિસ્તારોમાં કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, અને વરવખરીને નુકસાન પહોંચ્યુ છે. શહેરમાં મોટાભાગના રસ્તાઓ નદીઓઓ સમાન બની ગયો છે, પ્રજાજનો અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Published at : 04 Jul 2024 12:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
બિઝનેસ
સુરત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
