પાટણમાં જુગાર રમવાનો નવો કિમીયો જોવા મળ્યો, પોલીસે ચાલુ ટ્રકમાંથી જુગાર રમતા 29 ખેલીને ઝડપ્યા
સમી પોલીસ સ્ટેશનની હદમાંથી SOG તેમજ LCb પોલીસે જુગારીઓને ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
Patan News: પાટણમાં જિલ્લામાં જુગાર રમવાનો નવો કિમીયો જોવા મળ્યો છે. તમે જુગારીઓને ઘરમાં, હોટલમાં, ખુલ્લામાં તો રમતા જોયા હશે પણ અહીં તો જુગારીઓ પોલીસથી બચવા માટે જુગાર રમવાનો નવો જ કીમિઓ શોધી કાઢ્યો છે. પાટણમાં જુગારીઓ ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપાયા છે. સમી પોલીસ સ્ટેશનની હદમાંથી SOG તેમજ LCb પોલીસે જુગારીઓને ચાલુ ટ્રકમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. LCB - SOG પોલીસે હાઇવે પર નાકાબંધી કરી આ જુગાર ધામ ઝડપ્યું છે. પોલીસે ટ્રકમાંથી કડીનાં 29 જુગારીને ઝડપી પાડ્યા છે. પોલીસે 29 જુગારી પાસેથી 84 હજાર ની રોકડ મળી 17.95 લાખ નો મુદામાલ જપ્ત કર્યો છે.
રાજકોટમાં જુગાર ક્લબ
રાજકોટમાં ધમધમી રહેલા જુગારધામને લઇને પોલીસ એક્શન મૉડમાં છે, બે-ત્રણ દિવસ પહેલા રાજકોટ શહેરમાંથી પકડાયેલા જુગારધામને લઇને હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે દરોડા દરમિયાન 25 જેટલા જુગારીઓ ઝડપાયા હતા, જેને ખુદ પોલીસકર્મીએ મંજૂરી આપી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં ભાંડો ફૂટ્યો છે કે, આ જુગાર ક્લબમાં ક્રાઇમ બ્રાન્ચ જ એક કર્મચારીએ જુગાર ધામને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં બે-ત્રણ દિવસ પહેલા પકડાયેલા જુગારધામને લઇને મોટો ખુલાસો થયો છે. રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડીંગની ઓફિસમાં ચાલતી જુગાર ક્લબની તપાસ મામલે હવે ભાંડો ફૂટ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના એક કર્મીએ આ જુગાર ક્લબને ચલાવવા માટેની મૌખિક મંજૂરી આપી હતી. જુગાર ક્લબ મામલે ખાતાકીય તપાસના આદેશ અપાયા છે. થોડાક દિવસ પહેલા રાજકોટ A ડિવિઝન પોલીસે આ જુગાર ક્લબ પર દરોડા પાડ્યા હતા. આ દરોડાની કાર્યવાહીમાં 25 શખ્સોની ધરપકડ કરાઇ હતી, સાથે સાથે જુગાર ક્લબમાંથી 2.90000 રૂપિયાનો મુદામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. ખાસ વાત છે કે, આ જુગાર ક્લબમાં રાજકોટ, મોરબી, જામનગર પંથકના જુગારીઓ જુગાર રમવા આવતા હતા. જોકે, હવે આ સમગ્ર મામલે મોટો ભાંડો ફૂટતા તપાસ રિપોર્ટ બાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મી પર કાર્યવાહી થઇ શકે છે.
રાજકોટમાં પોલીસના દરોડામાં એક મોટા જુગારધામનો પર્દાફાશ થયો છે, અહીં ઘોડી પાસાથી જુગાર રમતા 25 જુગારીઓને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં ગઇ રાત્રે શહેર પોલીસ બાતમીના આધારે શહેરમાં ચાલતી એક ક્લબમાં દરોડાની કાર્યવાહી કરી હતી, એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના મધ્યમાં આવેલી ત્રિકોણ બાગ પાસેના એપાર્ટમેન્ટમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન ક્લબમાંથી પોલીસે 25 જુગારીઓને 285000 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા, આ તમામ જુગારીઓ ઘોડા પાસા દ્વારા જુગાર રમી રહ્યાં હતા. ખાસ વાત છે કે, રાજકોટમાં એવરેસ્ટ બિલ્ડિંગમાં 9માં માળે 906 નંબરની ઓફિસમાં આ ક્લબ ચાલતી હતી, અને અહીં ઘોડા પાસા દ્વારા જુગાર મોહસીન પઠાણ નામનો શખ્સ રમાડતો હતો.