દેશમાં ફરી વકર્યો કોરોના, ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં કોરોનાથી હાહાકાર, સતત વધી રહ્યાં છે નવા દર્દીઓ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકા, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.
નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 હજાર 492 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી કાલે 131 લોકોના મોત થયા છે. વળી દેશની વાત કરીએ તો અત્યાર સુધી દેશમાં 3 કરોડ 29 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાતી પણ સામેલ છે.
ગુજરાત સહિત આ પાંચ રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસો....
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટકા, ગુજરાત અને તામિલનાડુમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. આ રાજ્યોમાં નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, અને 78.41 ટકા નવા કેસો આ પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા છે. ભારતમાં કુલ 77 ટકા એક્ટિવ દર્દીઓ મહારાષ્ટ્ર, કેરાલા અને પંજાબના છે. ઠીક થયેલા દર્દીઓમાંથી 84.10 ટકા છ રાજ્યોમાંથી છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ....
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા તાજા આંકડા પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધી 2 લાખ 77 હજાર 397 કેસો સામે આવી ચૂક્યા છે. આમાં 2 લાખ 68 હજાર 775 લોકો ઠીક થઇ ચૂક્યા છે. જ્યારે 4425 લોકોના મોત થઇ ચૂક્યા છે. ગુજરાતમાં હજુ લગભગ 4200 લોકો સારવાર હેઠળ છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 890 નવા કેસ નોંધાયા હતા જ્યારે 594 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે.
Gujarat Corona cases: ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવાત....
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 2,69,955 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકા પર પહોંચ્યો છે. હાલ 4717 એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા?
સુરત કોર્પોરેશનમાં 240, અમદાવાદ કોર્પોરેશનમાં 205, રાજકોટ કોર્પોરેશનમાં 79, વડોદરા કોર્પોરેશન 76, ભરૂચ 31, ખેડા 23, સુરત 22, વડોદરા 17, રાજકોટ 16, દાહોદ 15, આણંદ 14, નર્મદા 14, પંચમહાલ 14, જામનગર કોર્પોરેશન 11 કેસ નોંધાયા હતા.
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20,69,918 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,15,842 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,07,323 લોકોને રસી આપવામાં આવી છે.