શોધખોળ કરો
ગુજરાતમાં સોસાયટી-શેરીમાં ગરબાના આયોજનમંજૂરી મળશે ? ગ્રામીણ વિસ્તારમાં ગરબા કરવા થવા દેવાશે ? નીતિન પટેલે શું કહ્યું ?
ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
![ગુજરાતમાં સોસાયટી-શેરીમાં ગરબાના આયોજનમંજૂરી મળશે ? ગ્રામીણ વિસ્તારમાં ગરબા કરવા થવા દેવાશે ? નીતિન પટેલે શું કહ્યું ? Nitin Patel said there is no possibility of getting approval for big Garba event in Gujarat ગુજરાતમાં સોસાયટી-શેરીમાં ગરબાના આયોજનમંજૂરી મળશે ? ગ્રામીણ વિસ્તારમાં ગરબા કરવા થવા દેવાશે ? નીતિન પટેલે શું કહ્યું ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/30142101/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ નવરાત્રિ નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહીં એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી.
તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની પણ શકયતા જણાતી નથી.
તેમણે સ્પષ્ટતા કરી કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નથી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)