શોધખોળ કરો
ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર, કહ્યું- માસ્ક ન પહેનારા લોકો પાસેથી દંડ નહીં પણ આ કામ કરાવો.....
આ મામલે હવે 1લી ડિસેમ્બરે આગામી સુનાવણી થશે. ત્યાં સુધી સરકારને આ બાબતે જવાબ આપવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

અમદાવાદઃ કોરોના અંગે હાથ ધરાયેલી સુઓમોટો સુનાવણીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કે માસ્ક ન પહેરનારાં લોકો પાસેથી માત્ર એક હજારના દંડની જોગવાઈ પૂરતી નથી. તેમની પાસે નોન-મેડિકલ કોવિડ સેન્ટરમાં ઓછામાં ઓછા આઠ દિવસ કોમ્યુનિટી સર્વિસ કરાવવી જોઈએ. જેથી પરિસ્થિતિ કેટલી ગંભીર છે અને સ્ટાફ કેવી રીતે કામ કરે છે તે બાબતનો આવા લોકોને અંદાજ આવે. આ મામલે હવે 1લી ડિસેમ્બરે આગામી સુનાવણી થશે. ત્યાં સુધી સરકારને આ બાબતે જવાબ આપવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે. આ સમય દરમિયાન રાજ્ય સરકાર કોઈ નિર્ણય લઈ પરિપત્ર જાહેર કરે તો સારી બાબત છે, નહીંતર કોર્ટ જરૂરી આદેશો આપશે. લગ્નમાં મહેમાનોની સંખ્યા ઘટાડીને 100 કરાઈ છે તેવી સરકારની રજૂઆતના જવાબમાં હાઈકોર્ટે ટકોર કરી કે લગ્ન સમારોહમાં મર્યાદિત મહેમાનો તેમજ અન્ય નિયમો અંગે વૉચ કેવી રીતે રાખશો? કોરોનાની બીજી લહેરના પ્રતિકાર માટે કયા-કયા પગલાં લેવાયા છે? તેના જવાબમાં રાજ્ય સરકારે રજૂઆત કરી કે અત્યારે તમામ પ્રકારના રાજકીય કાર્યક્રમો અને સભાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકાર આગામી આદેશો ન આપે ત્યાં સુધી કોઈ રાજકીય કાર્યક્રમો યોજાશે નહીં.
વધુ વાંચો



















