શોધખોળ કરો

ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ, ખેડૂતોને નુકસાનની આશંકા

રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો

ડાંગઃ રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ડાંગ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો.  આહવા અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. માવઠાને કારણે નાગલી, સ્ટ્રોબેરી, ડાંગર જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કમોસમી વરસાદના કારણે ડાંગ દરબારની કરવામાં આવી રહેલી તૈયારીઓમાં વિક્ષેપ પડી રહ્યો છે. આહવા ખાતે યોજાનારા ડાંગ દરબારને લઈને LED અને સાઉંડ સિસ્ટમ લગાવવામાં આવી હતી. કમોસમી વરસાદના કારણે પલળતા નુકસાન થયું છે. કમોસમી વરસાદમાં ઈલેકટ્રિક ઉપકરણોને બચાવવા માટે પ્લાસ્ટિકનો સહારો લેવામાં આવ્યો હતો.13 માર્ચના રવિવારના રાજ્યપાલની હાજરીમાં ડાંગ દરબાર યોજાશે.

રાજ્યમાં હિટવેવની આગાહી 

રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે શનિવારથી  બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવનો અનુભવ થશે. હોળી પછી તાપમાનનો પારો 40ને પાર કરી જશે તેવી શક્યતા છે. આમ પણ માર્ચ મહિનાના પ્રારંભે જ રાજ્યમાં ગરમીનું જોર વધ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આવનારા ચારથી પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થશે. તો સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારમાં હીટવેવ પણ અનુભવાશે..

શનિવારે પોરબંદર, ગીર સોમનાથ દીવ અને કચ્છમાં હિટવેવ અનુભવાશે. જ્યારે રવિવારે પોરબંદર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, સુરેંદ્રનગરમાં હીટવેવની સ્થિતિ રહેશે.ગરમીનો પારો વધવાની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં છવાયું વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. આહવામાં ડાંગ દરબારની તૈયારી ચાલી રહી છે ત્યારે માવઠાથી તૈયારીને બ્રેક વાગી છે.

હવામાન વિભાગે એવી પણ સુચના આપી કે, નવજાત બાળકો, વૃદ્ધો તથા ગંભીર બીમારીથી ધરાવતા લોકો ખુલ્લા તાપમાં બહાર ન નીકળે અને જો નીકળવાનું થાય તો માથુ ઢાંકીને નીકળે.

ટોપ સ્ટોરી

ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget