શોધખોળ કરો

ગુજરાતના આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં, ગામને દર ત્રણ દિવસે કરાય છે સેનેટાઈઝ

આ ગામની જાગૃતિનું ઉદાહરણ આખા ધ્રાંગધ્રામાં આપવામાં આવે છે. કોરોના મહામારીમાં અનેક ગામડાઓમાં કોરોના સંક્રમણ જબરદસ્ત રીતે વધ્યું છે.

રાજ્યમા કોરોના બીજી લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક એવુ ગામ છે જેમા કોરોના કાળ શરુ થયા ત્યારથી જ માત્ર એક પોઝિટીવ કેસ નોંધાયો છે અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓની હોવાનુ જાણવા મળ્યુ છે.

વાત એક એવા ગામની કરવી છે કે જે આવેલું તો છે ધ્રાંગધ્રા તાલુકાના છેવાડામાં. આ ગામની જાગૃતિનું ઉદાહરણ આખા ધ્રાંગધ્રામાં આપવામાં આવે છે. કોરોના મહામારીમાં અનેક ગામડાઓમાં કોરોના સંક્રમણ જબરદસ્ત રીતે વધ્યું છે. ત્યારે ધ્રાંગધ્રાના સુલતાનપુર ગામમાં હાલ એક પણ કોરોનાનો કેસ નથી. અહીંના લોકોમાં શિક્ષણનો ભલે અભાવ હોય પરંતુ આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં અવલ્લ નંબરે છે.

સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરુ થાય છે અને હાલ અહીં સદંતર સ્વૈચ્છીક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે. પરંતુ સુલતાનપુરા ગામમાં કોરોનાનો એક પણ કેસ ન હોવા છતાં અહીંના સ્થાનિક તલાટી , સરપંચ , આચાર્ય સહિતના લોકો દર ત્રણ દિવસે સેનેટાઇઝ કરી ગામમા કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે. સાથે ગામની પ્રાથમિક શાળામા ઇમરજન્સી આઇશોલેસન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે.

અહીં નાના બાળકોથી માંડીને વૃધ્ધ કોઇપણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરે છે. આ ગામની 4 હજારની આસપાસની વસ્તી છે. મોટા ભાગના લોકો અગરિયા છે. જેઓ રણમાં મીઠાનું મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે.   નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના (Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7508  પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 440276  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818   પર પહોંચ્યો છે. જેમાંથી 722  લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05  ટકા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-9,   મહેસાણા-2, વડોદરા કોર્પોરેશન 11,  ભાવનગર કોર્પોરેશન 5, રાજકોટ કોર્પોરેશ 10,  જામનગર કોર્પોરેશન- 7, સુરત 4,  જામનગર-6,  બનાસકાંઠા 3, ભાવનગર 6, વડોદરા 8, ખેડા 0,  પાટણ 2, કચ્છ 3, મહીસાગર 1, ગાંધીનગર 0, આણંદ 0, ગાંધીનગર કોર્પોરેશન 0, જૂનાગઢ 6,  જૂનાગઢ કોર્પોરેશન 3, સાબરકાંઠા 4, રાજકોટ 5, નર્મદા 1, અમરેલી 3, વલસાડ 1, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, છોટા ઉદેપુર 2, નવસારી 1, સુરેન્દ્રનગર 7, મોરબી 1, તાપી 0, અરવલ્લી 1, દાહોદ 2, અમદાવાદ 1, પોરબંદર 0,  ભરૂચ 6,  દેવભૂમિ દ્વારકા 2,   બોટાદ 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683, સુરત કોર્પોરેશન 1494,   મહેસાણા-565, વડોદરા કોર્પોરેશન 523,  ભાવનગર કોર્પોરેશન 436, રાજકોટ કોર્પોરેશન 401,  જામનગર કોર્પોરેશન- 398,  સુરત 389,  જામનગર-309,  બનાસકાંઠા 226, ભાવનગર 222, વડોદરા 212, ખેડા 174,   પાટણ 173, કચ્છ 169, મહીસાગર 169, ગાંધીનગર 162, આણંદ 161, ગાંધીનગર કોર્પોરેશન 153, જૂનાગઢ 147,  જૂનાગઢ કોર્પોરેશન 146, સાબરકાંઠા 142, રાજકોટ 127, નર્મદા 121, અમરેલી 119, વલસાડ 117, પંચમહાલ 109, ગીર સોમનાથ 104, છોટા ઉદેપુર 97, નવસારી 97, સુરેન્દ્રનગર 92, મોરબી 90, તાપી 89, અરવલ્લી 80, દાહોદ 67, અમદાવાદ 61, પોરબંદર 53,  ભરૂચ 44,  દેવભૂમિ દ્વારકા 30,   બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980, સુરત કોર્પોરેશન-1795, રાજકોટ કોર્પોરેશ 605, વડોદરા કોર્પોરેશન-547,  મહેસાણા-517, ભાવનગર કોર્પોરેશન 410, સુરત 393, જામનગર કોર્પોરેશન- 390,   જામનગર-353, વડોદરા 236, બનાસકાંઠા 198, ખેડા 196,  પાટણ 169, નવસારી 164, ભાવનગર 163, કચ્છ 161, ગાંધીનગર 160, ગાંધીનગર કોર્પોરેશન 160, જૂનાગઢ કોર્પોરેશન 147, આણંદ 146, દાહોદ 144, જૂનાગઢ 136,  મહીસાગર 135, સાબરકાંઠા 135, પંચમહાલ 133, વલસાડ 133, અરવલ્લી 127, સુરેન્દ્રનગર 117, ભરૂચ 113, ગીર સોમનાથ 106, મોરબી 102, તાપી 96, રાજકોટ 95, અમદાવાદ 80, નર્મદા 63,  પોરબંદર 56, છોટા ઉદેપુર 54, અમરેલી 45, દેવભૂમિ દ્વારકા 41,  બોટાદ 24 અને ડાંગ  22 કેસ સાથે કુલ 13847 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,24,31,368  લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આ મેસેજ આવે તો ભૂલથી પણ ના કરતા ક્લિક, બેન્કે આપ્યું એલર્ટ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Embed widget