શોધખોળ કરો
Covid19: ગુજરાતના આ ત્રણ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નથી, જાણો
ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3774 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે કુલ 181 લોકોનાં મોત થયા છે.

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3774 પર પહોંચી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના કારણે કુલ 181 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. અમદાવાદમાં આજે વધુ નવા 164 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2543 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ 19 લોકોના મોત થયા છે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 128 લોકોના મોત થયા છે, જ્યારે 241 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એવી છે કે, ગુજરાતના ત્રણ જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો. આ ત્રણેય જિલ્લા અને શહેરના લોકો દ્વારા પણ લોકડાઉનનો ચુસ્ત પણે અમલ કરવામાં આવી રહ્યો છે. અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોના વાયરસનો એકપણ કેસ નથી નોંધાયો. નોંધનીય છે કે, અમરેલીમાં 3408 લોકોનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જોકે આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે આ તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. દેવભૂમિ દ્વારકામાં 816 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે જ્યારે જૂનાગઢમાં 1775 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
વધુ વાંચો





















