શોધખોળ કરો

GSRTC E-Pass : એસટી પાસ કઢાવવા નહીં ખાવા પડે ધક્કા, હવે મળશે ઈ-પાસ, જાણો પ્રોસેસ

12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભ સાથે નવી ઈ- પાસ સિસ્ટમ અમલી કરવામાં આવશે. એટલે હવે વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

Gujarat ST E-Pass: હવે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને પાસ કઢાવવા બસ સ્ટેન્ડ સુધી ધક્કા નહીં ખાવા પડે. વિદ્યાર્થીઓ અને મુસાફરોના હિતમાં વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે મહત્વની ઈ- પાસ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો. 12 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવના પ્રારંભ સાથે નવી ઈ- પાસ સિસ્ટમ અમલી કરવામાં આવશે. એટલે હવે વિદ્યાર્થીઓ અને મુસાફરો ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે.

દૈનિક કેટલા લાખ મુસાફરોને થશે લાભ

રાજ્યની ડિજિટલ ક્રાંતિમાં વાહનવ્યવહાર વિભાગની પહેલથી દૈનિક ત્રણ લાખથી વધુ મુસાફરો અને અંદાજિત 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.અત્યાર સુધી વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને પોતાના કામમાંથી સમય કાઢીને પાસ બનાવવા માટે મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. જોકે હવે એક ઝાટકે સંઘવીએ વિદ્યાર્થીઓની ઝંઝટ દૂર કરી છે. ઓનલાઈન પાસ કઢાવતી વખતે ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરી શકાશે. રાજ્યમાં ડિજિટલ ટ્રાન્ઝેકશનનું પ્રમાણ વધવાથી ડિજિટલ ક્રાંતિને પણ વેગ મળશે.

રાજ્યમાં હાલ કેટલા લોકો એસટીના પાસ પર કરે છે મુસાફરી

રાજ્યમાં હાલ દૈનિક 3 લાખ મુસાફરો 15 દિવસનું ભાડું ચૂકવી મહિનો દિવસની મુસાફરી કરે છે. રાજ્યમાં હાલ 125 બસ સ્ટેશન, 105 કંટ્રોલ પોઈન્ટથી દૈનિક 3 લાખ મુસાફરો પાસથી મુસાફરી કરે છે. રાજ્યની 33 હજાર 915થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ મારફતે દર વર્ષે 5 લાખ 17 હજારથી વધુ વિદ્યાર્થીનીઓ અને 4 લાખ 93 હજારથી વધુ વિદ્યાર્થીઓ મળી કુલ 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને રાહતદરના પાસ આપવામાં આવે છે. 80 હજારથી વધુ રોજિંદા મહિલા અને 2 લાખ 32 હજારથી વધુ પુરૂષ રોજિંદા મુસાફરી કરે છે. હવે ઈ- પાસથી વિદ્યાર્થીઓ અને મુસાફરો જાતે જ કોમ્પ્યુટર કે મોબાઈલથી રજિસ્ટ્રેશન કરાવી ઈ- પાસ મેળવી શકશે.

એસટી ઈ પાસ માટે કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન

  • વિદ્યાર્થીઓ કે મુસાફરોને PASS.GSRTC.IN પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • અપડાઉન કરતા મુસાફરો ઓનલાઈન ફી ભરતા ઈ- પાસ ઈશ્યું થઈ જશે.
  • જ્યારે વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન બાદ આ એપ્લિકેશનનું વેરિફિકેશન જે- તે શૈક્ષણિક સંસ્થાને મોકલાશે
  • શૈક્ષણિક સંસ્થાએ ઓનલાઈન વેરિફિકેશન કરાવવાનું રહેશે.
  • ત્યારબાદ ઓનલાઈ કે ઓફલાઈન પેમેન્ટનો વિકલ્પ આપવામાં આવશે.
  • આ જાણ વિદ્યાર્થીઓને મોબાઈલમાં SMS મારફતે કરવામાં આવશે.
  • જે બાદ ઈ પાસ ઈસ્યુ કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget