ગુજરાતમાં નોંધાયેલા ઓમિક્રોનના પહેલા કેસને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો વિગત
જામનગરના ઝિમ્બાબ્વેથી આવેલા ૭૨ વર્ષના ઓમીક્રોન સંક્રમિત વૃદ્ધ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. પરિવારના ત્રણ-ત્રણ દર્દીને પણ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
જામનગરઃ ઓમીક્રોન કેસને લઈને જામનગરથી રાહતના સામાચાર સામે આવ્યા છે. ઓમીક્રોનનો ગુજરાતનો પ્રથમ દર્દી સ્વસ્થ થયો છે. જામનગરના ઝિમ્બાબ્વેથી આવેલા ૭૨ વર્ષના ઓમીક્રોન સંક્રમિત વૃદ્ધ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. પરિવારના ત્રણ-ત્રણ દર્દીને પણ હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થતાં ખળભળાટ મચી ગયો છે. વિવિધ ત્રણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને એક સ્કૂલમાં શિક્ષક સંક્રમિત થયા છે. એમ વી. ધુલેશિયામાં એક શિક્ષક તો નિર્મલા, એસએનકે અને નચિકેતા સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જોકે, નિર્મલાની વિદ્યાર્થીની સ્કૂલમાં નહીં આવી હોવાની deoએ સ્પષ્ટતા કરી છે.
ઓમિક્રૉનના ખતરો દુનિયાભરમાં સતત વધી રહ્યો છે. ભારતમાં પણ ઓમિક્રૉનનો ખતરો હવે વધવા લાગ્યો છે. ગુજરાત, કર્ણાટક અને દિલ્હીમાં નવા સંક્રમિતોની પુષ્ટી બાદ દેશમાં ઓમિક્રૉન દર્દીઓની સંખ્યા 88 થઇ ગઇ છે. મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગ કરી દેવામાં આવી છે. આજ કેન્દ્ર સરકાર સ્થિતિની સમીક્ષા બેઠક કરશે. દેશમાં આગામી 15 દિવસમાં પડકારો વધશે જેને લઇને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
કોરોનાની લહેરને સૌથી વધુ ઝેલનારુ મહારાષ્ટ્ર ઓમિક્રૉનથી પણ સૌથી વધુ પરેશાન છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રૉનના 22 કેસો, રાજસ્થાનમાં 17 કેસ, દિલ્હીમાં 10 કેસ, કેરાલામાં 5 કેસ, ગુજરાતમાં 5 કેસ, કર્ણાટકમાં 8 કેસ, તેલંગાણામાં 7 કેસ, પશ્ચિમ બંગાળમાં 1 કેસ, આંધ્રપ્રદેશમાં 1 કેસ, તામિલનાડુમં 1 કેસ, અને ચંદીગઢમાં 1 કેસ આવી ચૂક્યો છે.
15 દિવસ ભારે, ઓમિક્રૉનનો ખતરો વધ્યો-
ઓમિક્રૉનના વધતા કેસોની વચ્ચે આગામી 15 દિવસ ભારે પડી શકે છે. આનો અહેસાસ મુંબઇ પોલીસને છે. તેથી જ 31 ડિસેમ્બર આખા મુંબઇ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન વધુ કડકાઇ રાખવામાં આવી રહી છે. મુંબઇમાં કોઇપણ સાર્વજનિક સભા, રેલી, કે પ્રદર્શનની અનુમતિ નથી. 5 સૌથી વધુ લોકો એક જગ્યાએ એકઠા નથી થઇ શકતા. ક્રિસમસ નજીક છે. સરકાર પણ લોકો એક્શનમાં આવી ગઇ છે.
સાર્વજનિક સ્થાનો પર માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જે લોકોને કોરોનાની વેક્સિનના બન્ને ડૉઝ નથી લગાવાવામં આવ્યા, તેમની એન્ટ્રી બેન કરી દેવમાં આવી છે.