શોધખોળ કરો
Advertisement
ગુજરાતના 4 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં પ્રશાસન એલર્ટ પર, જાણો સરકારે ક્યાં અને કેવા પ્રતિબંધ લગાવ્યા
પોલ્ટ્રી ફાર્મમાં કામદારો માટે પીપીઈ કીટ પહેરવી ફરજિયાત કરી દેવામા આવી છે. તો વલસાડ જિલ્લામાં પણ ગઈકાલે બર્ડ ફ્લૂ પોઝિટિવની પુષ્ટિ થતા પ્રશાસનમાં દોડધામ મચી છે.
ગુજરાતના 4 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં પ્રશાસન એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના સાવલીના વસંતપુરમાં કાગડાઓના મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયાનો ખુલાસો થતા વસંતપુરા આસપાસ 1 કિમીનો વિસ્તાર પ્રતિબંધિત ઝોન જાહેર કરી દેવાયો છે. 0 થી 3 કિમીનો ઝોન ઈન્ફેકટેડ અને 3 થી 10 કિમીનો વિસ્તારને એલર્ટ ઝોન જાહેર કરાયો છે.
પોલ્ટ્રી ફાર્મમાં કામદારો માટે પીપીઈ કીટ પહેરવી ફરજિયાત કરી દેવામા આવી છે. તો વલસાડ જિલ્લામાં પણ ગઈકાલે બર્ડ ફ્લૂ પોઝિટિવની પુષ્ટિ થતા પ્રશાસનમાં દોડધામ મચી છે. વલસાડના સુઘઢ ફળિયા અને અટગામ વિસ્તારમાં કાગડાઓના મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયાનો ખુલાસો થતા અસરગ્રસ્ત વિસ્તારોમાં મરઘા, ચીકન અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મુકી દેવાયો છે. આ વિસ્તારમાં હજી પણ કાગડાઓના મૃત્યુ થઈ રહ્યા હોય પશુપાલન અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
તો નવસારી જિલ્લામાં પણ કાગડાના મૃત્યુનો સિલસિલો યથાવત છે. ચીખલી તાલુકામાં કાગડાઓના મૃત્યુ બાદ ગોયડી ગામમાં ત્રણ જેટલા કાગડાઓના શંકાસ્પદ મૃત્યુ થયા છે. ભોપાલ લેબમાં મોકલાયેલા ત્રણ સેમ્પલના રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે. તો મહેસાણા જિલ્લા માટે રાહતના સમાચાર આવ્યા છે. મોઢેરાના સૂર્ય મંદિર પાસેથી મળી આવેલા કાગડાના મૃતદેહના રિપોર્ટ નેગેટિવ આવતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. જિલ્લામાં સતર્કતાના ભાગરૂપે થોળ પક્ષી અભ્યારણ્ય બંધ કરવાનો નિર્ણય કરાયો છે. થોળ પક્ષી અભ્યારણ્યમાં ડીસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન લાખો યાયાવર પક્ષીઓ મહેમાન બને છે.
અમદાવાદ જિલ્લા માટે પણ હાલ રાહતના સમાચાર આવ્યા છે. જિલ્લામાંથી 250 પક્ષીઓના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં તપાસ માટે મોકલવામા આવ્યા હતા એ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફ્લૂની દહેશતના પગલે જિલ્લામાં 60 ટીમ કાર્યરત કરાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement