શોધખોળ કરો

ગુજરાતમાં હવે લગ્ન માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો નવો નિયમ, જાણો શું કરવું પડશે

લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી.

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લગ્ન પ્રસંગને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે. આ મામલે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાતમાં લગ્નની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. 16મી ડિસેમ્બરથી કમુર્તા બેસી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે લગ્નની મંજૂરી માટે નવો આદેશ કર્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો મામલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in)પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. ગુજરાતમાં હવે લગ્ન માટે રાજ્ય સરકારે બહાર પાડ્યો નવો નિયમ, જાણો શું કરવું પડશે અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે પીડીએફ પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માંગ કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન કે અન્ય સત્કાર સમારોહમાં પોલીસ વિભાગની મંજૂરી ફરજિયાત કરી હતી. જો કે લોકોમાં આક્રોશ જોવા મળતા આ નિર્ણયને હટાવી લીધો હતો. લગ્નમાં સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહી, પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવ્યો હતો. જ્યારે લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી. લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યાPatan MLA Kirit Patel : MLA કિરીટ પટેલ - પોલીસ વચ્ચે ઘર્ષણ | કોણે માર્યો પોલીસને લાફો?Winter Heart Issue : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હાર્ટની બીમારીમાં વધારો, દર કલાકે કેટલા કેસ?Gujarat Crime News : 'માસી! પપ્પા મારી સાથે ગંદુ કામ કરે છે', 12 વર્ષની દીકરી પર પિતાએ કર્યું કુકર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
‘અલ્લાહ હુ અકબર કહેવા પર કોઈ હિન્દુ કહે કે....’ સીએમ યોગીનો વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલો
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ તારીખથી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
કોરોના કરતાં 7 ગણી વધુ ભયાનક મહામારી આવી રહી છે! WHOની ચેતવણીથી વિશ્વભરમાં હાહાકાર, જાણો બચવાના
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
ભારત વર્ષ 2025 માટે વિશ્વના શક્તિશાળી દેશોની યાદીમાં ભારતનો ડંકો વાગ્યો, જાણો 8 મહાન શક્તિઓમાં ક્યા નંબરે છે
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
Ration Card: ઘરમાં આ વસ્તુઓ હશે તો રેશનકાર્ડ રદ થઈ જશે, જાણો નિયમ
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
તમારા ઘર પર પણ ફરી શકે છે બુલડોઝર, ઘર બનાવતી વખતે ન કરો આ ભૂલો
Cyclone Chido: 90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા
90 વર્ષ પછી ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટક્યું સૌથી વિનાશક ચક્રવાત, સેંકડો લોકો માર્યા ગયા, જુઓ વિનાશનો વીડિયો
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
'મસ્જિદમાં જય શ્રીરામના નારા લગાવવા ગુનો કેવી રીતે?', સુપ્રીમ કોર્ટનો કર્ણાટક સરકારને સવાલ
Embed widget