Panchmahal: હાલોલ-ગોધરા રૉડ પર અકસ્માત, ટ્રેલર અને બાઈક એકબીજા સાથે ટકરાતા બે યુવકોના મોત
Panchmahal: પંચમહાલ જિલ્લમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે, હાલોલ-ગોધરા બાયપાસ પર એમજી મોટર્સ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે

Panchmahal: પંચમહાલમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, હાલોલ-ગોધરા બાયપાસ હાઇવે પર અકસ્માત બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. બાયપાસ રૉડ પર ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા પહોંચતા વડોદરામાં હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળી તપાસ શરૂ કરી છે.
પંચમહાલ જિલ્લમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે, હાલોલ-ગોધરા બાયપાસ પર એમજી મોટર્સ નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, ટ્રેલર અને બાઇક સામ સામે ટકરાતા ઘટના સ્થળે જ બાઇક સવાર બે યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માતની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થઇ ગયા અને 108ને જાણ કરતાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વડોદરાની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ સમગ્ર ઘટના મામલે હાલોલ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના થાણેમાં રફતારનો કહેર, કારે અનેક લોકોને કચડી નાખ્યા, 2ના મોત
મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લામાં અંબરનાથના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા પુલ પર ગુરુવારે મોડી સાંજે એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની હતી. પૂલ પર કારના ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, આ દુ:ખદ અકસ્માત રફતારનો કહેર અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનને કારણે થયો હતો. પુલની રોંગ સાઈડ (Wrong Side) થી આવતી કારે એક ટુ-વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સમગ્ર ભયાનક ઘટના ઘટનાસ્થળે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેને પોલીસે તપાસ માટે કબજે કરી છે. હાલમાં તો પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ઓળખ કરી રહી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ શોધી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર ઝડપી ગતિ અને બેદરકારીથી વાહન ચલાવવાના ખતરનાક પરિણામોને ઉજાગર કર્યા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે કાર ચાલકની ઓળખ કરી લીધી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર ચાલકની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.





















