Panchmahal: મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના લોકોની આરોગ્ય સુખાકારીમાં થશે વધારો, ESCI હોસ્પિટલને મંજૂરી
Panchmahal News: આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે.
Panchmahal News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જે બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પંચમહાલ જિલ્લામાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 બેડની નવીન ESIC હોસ્પિટલની મંજૂરી મળી છે. આ હોસ્પિટલ નિર્માણ પામતા મધ્ય ગુજરાતના આદિવાસી બેલ્ટના રહેવાસીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેશે.
વડોદરા સુધી નહીં થવું પડે લાંબુ
ઋષિકેશ પટેલે જણાવ્યું કે,100 પથારીની આ આધુનિક હોસ્પિટલથી હાલોલ, કાલોલ અને સમગ્ર પંચમહાલ જીલ્લાના ઔધોગિક વિસ્તારની સાથે સાથે મહિસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના કર્મચારીઓને પણ તબીબી સેવાઓનો લાભ મળશે.તેઓને હવે તબીબી સેવાઓ માટે વડોદરા ખાતે જવું નહીં પડે અને કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સમય અને મુસાફરીના ખર્ચમાં રાહત મળશે.
આ ઉપરાંત તેમણે કહ્યું, રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રની કામગીરી સાથે જોડાયેલા મહત્વના જિલ્લાઓ પૈકીના પંચમહાલ જિલ્લામાં એન્જિનિયરિંગ વર્ક્સ / મેટલ અને કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ / ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સ / સેનિટરી વેર / ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ /આયાત-નિકાસને લગતા કામકાજ વગેરે ચલાવતા ઘણા ઉદ્યોગો, કારખાનાઓ અને ઓફિસો આવી છે. જે મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે. પંચમહાલ જિલ્લામાં સોશ્યલ સિક્યુરિટી કોડ, 2020ના અમલીકરણ પછી કર્મચારીઓની વધતી સંખ્યાને ધ્યાને લઇ અને તેમની આરોગ્યસુખાકારીની દરકાર રાજ્ય સરકારે કરી છે. હાલમાં આ વિસ્તારના ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલ કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વધુ સારવાર માટે ગોત્રી, વડોદરા ખાતે આવેલી કર્મચારી રાજ્ય વિમા યોજનાની જનરલ હોસ્પિટલમાં જવું પડે છે.
હાલોલ ખાતે હોસ્પિટલથી ઈ.એસ.આઈ.માં આવરી લેવાયેલા કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યોને વડોદરા આવવા-જવા મુસાફરીમાં ખર્ચવામાં આવતા નાણાં અને સમયના વ્યયમાંથી રાહત મળશે.
વોટ્સએપે ભારતમાં કેટલા લાખ એકાઉન્ટ પર લગાવ્યો પ્રતિબંધ ? જાણો વિગતે
મેટા-માલિકી ધરાવતી WhatsAppએ જાન્યુઆરી મહિનામાં ભારતમાં 29 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જે નવા IT નિયમો 2021ના પાલનમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશમાં બ્લોક કરાયેલા 36.77 લાખ એકાઉન્ટ્સ કરતાં ઘણો ઓછો છે. 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે, 2,918,000 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, કંપનીએ તેના માસિક અનુપાલન અહેવાલમાં આ માહિતી આપી છે. તેમાંથી 1,038,000 એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ, જે દેશમાં લગભગ 500 મિલિયન વપરાશકર્તાઓ ધરાવે છે, તેને દેશમાં જાન્યુઆરીમાં 1,461 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા છે અને 195 પગલાં લેવામાં આવ્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને WhatsApp દ્વારા લેવાયેલા પગલાંની વિગતો તેમજ અમારા પ્લેટફોર્મ પર દુરુપયોગને પહોંચી વળવા માટે WhatsAppના પોતાના નિવારક પગલાંનો સમાવેશ થાય છે.