શોધખોળ કરો

Panchmahal: ડીજેના તાલે જાનૈયાઓનો હાઇવે પર જોખમી સ્ટન્ટ, વીડિયો વાયરલ થતાં જ પોલીસે ચારને દબોચ્યા

પંચમહાલ જિલ્લામાં એક વીડિયોએ પોલીસને દોડતી કરી દીધી છે, ખરેખરમાં અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે

Panchmahal News: પંચમહાલ જિલ્લામાંથી એક જોમખી સ્ટન્ટનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ ટીમ હરકતમાં આવી ગઇ છે. ગઇકાલે એક લગ્ન પ્રસંગ દરમિયાન કેટલાક જાનૈયાઓ લીલેસરા હાઇવે પરથી જ્યારે જાન પસાર થઇ તે દરમિયાન ચાલુ કારે ઝૂમી રહ્યાં હતા, જે એકદમ જોખમી સ્ટન્ટ સમાન હતો. હવે પોલીસે આ મામલે ચાર જેટલા ડ્રાઇવરો સહિત કેટલાક વાહનોને કબજે લીધા છે. 

મળતી માહિતી પ્રમાણે, પંચમહાલ જિલ્લામાં એક વીડિયોએ પોલીસને દોડતી કરી દીધી છે, ખરેખરમાં અત્યારે લગ્ન સિઝન ચાલી રહી છે, અને આ અંતર્ગત ગઇકાલે પંચમહાલ જિલ્લના ગોધરા તાલુકાના વનાકપુરથી નિકોલા લગ્નની જાન જઇ રહી હતી, આ જાનમાં કેટલાક જાનૈયાઓ જોખમી સ્ટન્ટ કરી રહ્યાં હતા, જેનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Panchmahal: ડીજેના તાલે જાનૈયાઓનો હાઇવે પર જોખમી સ્ટન્ટ, વીડિયો વાયરલ થતાં જ પોલીસે ચારને દબોચ્યા

જાનૈયાઓ ગોધરા-લિલેસરા હાઈવે પર જ્યારે જાન પહોંચી તે સમયે જોખમી સ્ટન્ટ કરી રહ્યાં હતા, હાઇવે પર આગળ ડીજે જતુ હતુ તે પાછળ કેટલાક યુવાનો કારમાં સ્ટન્ટ કરી રહ્યાં હતા, એક યુવાન ચાલુ કારના બૉનેટ પર બેસીને ઝૂમી રહ્યો હતો, તો અન્ય ચાર જેટલા યુવાનો કારની વિન્ડોમાંથી ડીજેના તાલે ઝૂમી રહ્યાં હતા. આ જોખમી સ્ટન્ટનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. જે પછી પોલીસ ટીમ એક્શનમાં આવી અને આ મામલે બી ડિવિઝન પોલીસે 4 ડ્રાઇવરોને પકડ્યા, આ ઉપરાંત DJ સહિત 4 જેટલા વાહનોને પણ કબજે લઇને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં સ્ટન્ટબાજ 5થી વધુ યુવાનોને ઝડપી પાડવામાં માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. 

અમદાવાદ મનપાના વોર્ડ ઈન્સ્પેક્ટર વિરૂદ્ધ ACBની કાર્યવાહી, 2.75 કરોડની મળી અપ્રમાણસર મિલકત

અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ  થયો છે. તપાસમાં  સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે. તેમની પાસેથી  2.75 કરોડની  અપ્રમાણસર મિલકત મળી આવી છે. ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો  થયો છે. આ ફ્લેટ માત્ર ઇન્વેસ્ટ માટે લીધો હોવાથી બંધ હોવાની બાતમી મળી છે. આ લાંચિયા અધિકારી સુનીલ રાણાના સુઘડના મકાને  abp અસ્મિતાની ટીમ પહોંચી હતી. અહીં સુઘડની શ્રીબાલાજી અગોરા રેસીડેન્સીમાં  સુનીલ રાણાએ પત્નીના નામે ફ્લેટ લીધો છે. મનીષા રાણાના નામે F2મા 9 નંબરનો ફ્લેટ છે. વર્ષ 2014માં સુનીલ રાણા એ પત્નીના નામે ફ્લેટ ખરીદ્યો  હતો. સુનીલ રાણાએ અંદાજિત રૂ. 14 લાખમાં આ ફ્લેટ ખરીદ્યો હોવાની માહિતી મળી છે.

ઇમરાન ખેડાવાલેએ ભ્રષ્ટ્ર અધિકારી મામલે  આપ્યું નિવેદન

તો આ સમગ્ર મામલે  જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં 50 કલાસ 1 અને 2 ના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં  અરજી ગઈ છે.  જો કે IAS, IPS અને GAS કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી, સુનિલ રાણા નાની માછલી છે,મોટા મગરમચ્છ હજી બહાર ફરે છે,આગામી વિધાનસભામાં હું વિધાનસભા માં આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છે, 
કોટ વિસ્તારમાં નવા GDCR અને નવી પોલિસી માટે હું બિલ લાવવા પણ માંગણી કરવાનો છું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget