શોધખોળ કરો

આશાબેનના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ લખ્યું- ખુબ દુઃખ અનુભવુ છું, તાજેતરમાં જ......

આશાબેનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ લખ્યું- ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું.

અમદાવાદઃ ઊંઝાનાં ભાજપનાં ધારાસભ્ય આશાબેન પટેલનું આજે અમદાવાદની ઝાયડસ હૉસ્પીટલમાં સારવાર દરમિયાન નિધન થયુ છે. આશાબેનની તબિયત લથડતા તેમને ઝાયડસમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું હતું. આજે સવારે જ આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે. આશાબેનના નિધન પર તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. 

આશાબેનના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યુ છે. પીએમ મોદીએ લખ્યું- ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥

-

આશાબેન PM મોદીને મળવા દિલ્હી ગયાં ને થઈ ગયો ડેંગ્યુ, મોદી સાથેની આ તસવીર બની છેલ્લી સ્મૃતિ...
વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર આશાબેન પટેલે પોતાના ટ્વિટર પેજ પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું કે આપણા દેશના પરિશ્રમી, સ્વપ્નદ્રષ્ટા અને પ્રેરણા સ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, દેશના સૌથી લોકપ્રિય નેતા, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબને સાથી ધારાસભ્યો સહ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો.

તેમની સાથે વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, ધારાસભ્ય ઝંખના પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, મંત્રી વિભાવરી બેન દવે સહિતની મહિલા અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
મહેસાણામાં પોલીસનું મેગા ઓપરેશન, ડ્રોનની મદદથી દેશી દારૂના અડ્ડા પર દરોડા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પેરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
બનાસકાંઠામાંથી ઝડપાયા નશાના સોદાગરો, 19.80 લાખના હેરોઈન સાથે ચાર શખ્સો ઝડપાયા
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાના કારસ્તાનનો પર્દાફાશ, લાખો લોકોને દૂષિત પાણીનું કર્યું વિતરણ 
Embed widget