Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Hemchandracharya University: પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં આવી છે
પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં આવી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ એસોસિએશન તરફથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે ત્યારે જ આણંદથી બાસ્કેટ બોલ રમવા આવેલા ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે દારૂની મહેફિલ કરી હતી. હોસ્ટેલના રૂમમાં દારૂની બોટલ અને ગ્લાસ, નાસ્તા સાથે દારૂની મહેફિલ ચાલી રહી હતી. ત્યારે જ હોસ્ટેલના રેક્ટરને રૂમની તપાસ કરતા દારૂની મહેફિલ પકડાઈ હતી. રેક્ટરે પકડવા જતા ખેલાડીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક ખેલાડીએ સિક્યોરિટી ગાર્ડ પર ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે યુનિવર્સિટીના તમામ ગેટ બંધ કરીને આખરે એ ખેલાડીને પણ પકડી પાડવામાં આવ્યો હતો. દારૂની મહેફિલ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. બાસ્કેટ બોલની ટુનામેન્ટ્સ રમવા આવેલા ખેલાડીઓની દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. હોસ્ટેલના રેકટરના ચેકિંગ દરમિયાન દારૂની મહેફિલ ઝડપાઇ હતી. એક ખેલાડીએ સિક્યોરિટી ગાર્ડ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. રમવા આવેલા ખેલાડીઓની યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. હજુ સુધી દારૂની મહેફિલ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી.
ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ એસોસિયેશન તરફથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ દારૂ પીતા ઝડપાયા હતા. જિમ ખાને રમવા આવેલા ખેલાડીઓને HNGU હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આણંદથી આવેલ ખેલાડીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે દારૂની મહેફિલ કરી હતી.
પોલીસે જંગલ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ
દેવ ભૂમિદ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે જંગલ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ પર તવાઈ કરી હતી. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય અને DYSP હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસે કડક કામગીરી હાથ ધરી હતી. જંગલમાં હજારો લીટર દેશી દારૂનાં કેરબા જોવા મળ્યા હતા. પોલીસે 6400 લીટર દેશી દારૂનો આથો અને 140 લીટર દારૂનો નાશ કર્યો હતો. આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
Banaskantha: યુવતીના અપહરણ અને દુષ્કર્મ કેસમાં જાણો પોલીસે કઈ રીતે બે આરોપીને ઝડપી લીધા