(Source: ECI/ABP News/ABP Majha)
Patan News: રાધનપુર વારાહી હાઇવે પર કાર પલટી મારતાં લાગી આગ, ચાલક બહાર ન નીકળી શકતા ભુંજાઈ ગયો
રાજ્યના રોડ રસ્તા રક્ત રંજિત થવાનો સિલસિલો યથાવત્ છે.
Accident: પાટણના રાધનપુર વારાહી હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. મોટી પીપળી ગામ નજીક અલ્ટો કાર પલ્ટી મારતા આગ લાગી હતી. અકસ્માત બાદ ચાલક બહાર ના નીકળી શકતા મોત થયું હતું. આગની લપેટમાં કાર ચાલકનું મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતનુ કારણ અકબંધ છે.
રાજકોટના કાલાવડ રોડ પર વીરડા વાજડીથી આગળ ન્યારી નદીના પુલ પાસે રસ્તામાં ઝઘડતા ખુંટીયાથી દુર બાઈક ચલાવવાનો પ્રયાસ કરતી વખતે બાઈક સ્લીપ થતા બે યુવાનો ફંગોળાયા હતાં. જેમાં ચીરાગ જગદીશભાઈ ચીકાણી (ઉ.વ.૩૦ રહે, મવડી ચોકડી પાસે, રાજકોટ) પાછળ આવી રહેલા ટ્રક હડફેટે ચડી જતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. જયારે તેના મિત્ર નીતીનભાઈ મગનભાઈ રાઠોડ (ઉ.વ.૨૭ રહે, આર્યનગર, સંતકબીર રોડ, રાજકોટ)ને ઈજા થઈ હતી. રાજકોટનાં મવડી ચોકડી નજીક રહેતો અને લોધીકા નજીક કંપનીમાં નોકરી કરતો મુળ પોરબંદરનો ચીરાગ ચીકાણી (ઉ.વ.૩૦) એ તેના મિત્ર નીતીન રાઠોડ ઉ.વ.૨૭ કે જે પણ લોધીકા નજીક કંપનીમાં નોકરી કરે છે તેને કોલ કરીને સાથે બાઈકમાં લે તા જવાનું કહ્યું હતું. તેથી નીતીન સવારે ચીરાગને લઈ કંપનીએ જવા રવાના થયા હતાં. બાઈક ચીરાગ ચલાવતો હોય કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામથી આગળ ન્યારી નદીના પુલ પાસે બને પહોંચ્યા હતાં. આ સમયે પુલ નજીક બે ખૂંટીયા ઝઘડી રહ્યાં હોવાથી ચીરાગે થોડે દુર સાઈડમાંથી બાઈક હકારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઈક સ્લીપ થઈ જતા બને મિત્રો રસ્તા પર ફંગોળાઈ ગયા હતાં.
આ તરફ રસ્તા પર ફંગોળાયેલો ચીરાગ બાઈક પાછળ આવી રહેલા ટ્રકની હડફેટે ચડી જતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યું નિપજયું હતું. જયારે રસ્તામાં થોડે દુર ફંગોળાયેલા નીતીનનો ઈજા સાથે બચાવ થયો હતો. જાણ થતા મેટોડા જીઆઈ.ડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ખંભાળીયાના કલ્યાણપુર તાબેના ખાખરડા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના એક વૃદ્ધ ખેડૂતની ની ગતરાત્રે તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં અજાણ્યો શખ્સ હત્યા કરીને નાસી ગયાની ખેતમજૂરની કેફિયતના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.
આ પણ વાંચોઃ
શું તમે વરસાદમાં ભેજથી ચિંતિત છો? જો તમે આ રીતે AC નો ઉપયોગ કરશો તો તમારું ઘર બની જશે શિમલા