Market Yard: રામ મંદિર પ્રતિષ્ઠાના દિવસે ગુજરાતનું આ યાર્ડ બંધ રહેશે, ઉત્સવ માણવા વેપારીઓએ લીધો નિર્ણય
આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મોટો ઉત્સવ મનાવવામાં આવશે. આ દિવસે રામલલ્લા પોતાના નિજ મંદિરમાં 500 વર્ષ બાદ પરત ફરશે
Patan Marketing Yard: આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મોટો ઉત્સવ મનાવવામાં આવશે. આ દિવસે રામલલ્લા પોતાના નિજ મંદિરમાં 500 વર્ષ બાદ પરત ફરશે. 22મી જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામલલ્લા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે, ત્યારે દેશભરમાં આ ઉજવણીના ભાગીદાર થવા પાટણના વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે. પાટણના વેપારીઓએ ભેગા થઇને ત્રણ દિવસ માટે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે, એટલે કે 20થી 22 જાન્યુઆરી સુધી કોઇપણ પ્રકારનું કામ માર્કેટિંગ યાર્ડમાં નહીં કરવામાં આવે.
મળતી માહિતી પ્રમાણે, પાટણ પણ રામમય થયુ છે. પાટણના માર્કેટિંગ યાર્ડના વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે આગામી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ત્રણ દિવસ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રખાશે. શ્રીરામ જન્મભૂમિ મહોત્સવને લઈને પાટણ માર્કેટ યાર્ડ બંધ પાળશે. માર્કેટિંગ યાર્ડ તેમજ વેપારીઓએ આ મોટો નિર્ણય લીધો છે. અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને લઇને આગામી 20 જાન્યુઆરીથી 22 જાન્યુઆરીના ત્રણ દિવસ સુધી પાટણ માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ત્રણ દિવસ યાર્ડ બંધ રાખીને વેપારીઓ આ મહાઉત્સવને માણશે. પાટણ માર્કેટ યાર્ડ શ્રી રામ જન્મ ભૂમિ મહોત્સવમાં વિવિઘ કાર્યક્રમમાં ભાગ લઈ શકે, તે માટે બંધ રહશે તેવો મોટો નિર્ણય કરાયો છે. માર્કેટ યાર્ડના વેપારીઓ રજા પાળી કાર્યક્રમને નિહાળશે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15થી 22 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો શિડ્યુઅલ
15 જાન્યુઆરી 2024 - આ દિવસે મકરસંક્રાંતિ પર ખરમાસ સમાપ્ત થાય છે. રામલલાની મૂર્તિ એટલે કે શ્રી રામના બાળ સ્વરૂપની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
16 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની મૂર્તિના નિવાસની વિધિ પણ શરૂ થશે.
17 જાન્યુઆરી 2024 - આ દિવસથી રામલલાની પ્રતિમાની શોભા યાત્રા કાઢવામાં આવે છે.
18 જાન્યુઆરી 2024 - આ દિવસથી પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.
19 જાન્યુઆરી 2024 - રામ મંદિરમાં યજ્ઞ અગ્નિદાહની સ્થાપના કરવામાં આવશે. આગને ખાસ પદ્ધતિથી પ્રગટાવવામાં આવશે.
20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે, આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.
21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી દિવ્ય સ્નાન કરાશે.
અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.
રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે લગભગ પાંચ સદીઓની રાહનો અંત આવવાનો છે. રામ મંદિરમાં રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવાનો સમય 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:29 થી 12:30 સુધીનો રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 84 સેકન્ડનો શુભ સમય હશે.