શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ નાનકડા ગામમાં આવેલા પૂરે દર્દીનો લીધો ભોગ, તંત્ર 24 કલાક સુધી ન આવ્યું મદદે
પુરમાં ફસાયેલા સરોડ ગામના દર્દીને હોસ્પિટલમાં જીવના જોખમે પહોંચડતા રસ્તામાં જ મોત થયું છે. સરોડ ગામે સતત પ્રયત્ન કરતી સ્ટેટ રેસ્ક્યું ટીમ સરોડ ન પહોચી શકતા એર લીફ્ટની માંગ કરવામાં આવી હતી .
જૂનાગઢઃ જુનાગઢ જીલ્લા તંત્રની બેદરકારી સામે આવી છે. કેશોદના સરોડ ગામના એક આધેડ 24 કલાકથી બેભાન હતા. પુરમાં ફસાયેલા સરોડ ગામના દર્દીને હોસ્પિટલમાં જીવના જોખમે પહોંચડતા રસ્તામાં જ મોત થયું છે. સરોડ ગામે સતત પ્રયત્ન કરતી સ્ટેટ રેસ્ક્યું ટીમ સરોડ ન પહોચી શકતા એર લીફ્ટની માંગ કરવામાં આવી હતી .
મામલતદાર, ટીડીઓ અને કલેક્ટરે માંદગીમાં સપડાયેલા આધેડ માટે એર લીફ્ટની 12 કલાક આપી માત્ર લાલચ હતી. તંત્ર છેલ્લા 24 કલાકમાં બેભાન હાલતમાં આધેડની મદદ ન કરી શક્યું. અંતે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા આધેડ મસરીભાઇ ખીમાભાઇ રાજતિયા (ઉ.વ. 57)ને પૂરના પાણી ઓસર્યા બાદ ટ્રેકટરમાં પરિવાર લઈ ગયો હતો. જોકે, હોસ્પિટલે પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement