Pavagadh: જૈન સમાજના વિરોધ વચ્ચે સરકાર એક્શનમાં, પંચમહાલ કલેક્ટરને મૂર્તિ પુનઃસ્થાપિત કરવાના અપાયા આદેશ
Pavagadh News: પાવાગઢમાં ચાલી રહેલા જૈન સમાજના આક્રોશ સામે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે
![Pavagadh: જૈન સમાજના વિરોધ વચ્ચે સરકાર એક્શનમાં, પંચમહાલ કલેક્ટરને મૂર્તિ પુનઃસ્થાપિત કરવાના અપાયા આદેશ Pavagadh News state govt action on the broken jain murti in pavagadh mandir harsh sanghvi ordered to panchmahal collector Pavagadh: જૈન સમાજના વિરોધ વચ્ચે સરકાર એક્શનમાં, પંચમહાલ કલેક્ટરને મૂર્તિ પુનઃસ્થાપિત કરવાના અપાયા આદેશ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/17/18f0315797007503e385050ca45c7960171861730848177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pavagadh News: પાવાગઢમાં ચાલી રહેલા જૈન સમાજના આક્રોશ સામે હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. આજે સમગ્ર મામલે સરકારે તપાસ અને નોંધ લીધા બાદ પંચમહાલ કલેક્ટરને જૈન તીર્થકરોની ખંડિત મૂર્તિઓ અંગે એક્શન લેવાના ઓર્ડર આપ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાનો આર્ડર આપ્યા છે.
પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત થવાને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. મૂર્તિઓનું ફરીથી સ્થાપન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પંચમહાલ કલેક્ટરને સૂચના આપી હતી. નોંધનીય છે કે પાવાગઢમાં જૈન તિર્થકરોની મૂર્તિ ખંડિત થતા જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. ત્યારે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રાજ્ય સરકારે આદેશ કર્યો હતો.
મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ પ્રતિમાઓ ઐતિહાસિક છે. પ્રતિમાઓ સાથે હજારો લોકોની આસ્થા છે. કોઈપણ ટ્રસ્ટને મૂર્તિ તોડવાની પરવાનગી આપી શકાય નહી. જોકે સંઘવીની ખાતરી બાદ પણ જૈન મુનિઓ ધરણા સમેટવા તૈયાર નથી. જૈન મુનિએ કહ્યું કે ગુનેગારોને સજા નહીં મળે ત્યાં સુધી અમે હટીશું નહી. મૂર્તિ સ્થાપિત નહીં થાય ત્યા સુધી અમે હટીશું નહીં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)