સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો, જાણો કેટલા રૂપિયા થયો વધારો?
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
ગાંધીનગરઃ મધ્યમવર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. મળતી જાણકારી અનુસાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં સીંગતેલમાં 15 રૂપિયા અને કપાસિયામાં 35નો ભાવવધારો થયો છે. ભાવ વધ્યા બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ 2 હજાર 295 થયો હતો જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 160 રૂપિયા થયો છે.
જ્યારે સનફલાવર, કોર્ન ઓઇલ અને વનસ્પતિ ઘી સહિતના ભાવ યથાવત રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. બીજી બાજુ યાર્ડમાં મગફળી અને કપાસની આવક ચાલુ છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે. કચ્છ, ભાવનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ,મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં માવઠું પડશે. આગામી 24 કલાક તો લઘુત્તમ તાપમાનમાં કોઈ ફરક નહીં આવે. પરંતુ 23 જાન્યુઆરીથી કડકડતી ઠંડી પડશે. 23 થી 26 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. તો 25 થી 30 કિમી ગતિએ સુસવાટાભર્યા પવન ફૂંકાશે. આજે ડીસા અને ગાંધીનગર રહ્યાં સૌથી ઠંડુંગાર રહ્યું છે. આ બંને શહેરોમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદમાં 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Ahmedabad : યુવતી પ્રેમી સાથે માણતી હતી શરીરસુખ, અંગતપળોની પ્રેમીએ લીધી તસવીરો ને પછી તો.....
iPhoneની સાથે સાથે Apple આગામી વર્ષે લાવી રહ્યું છે iCar, જાણો નવા પ્રૉજેક્ટ વિશે...........