શોધખોળ કરો
Advertisement
જૂનાગઢમાં ACBના પીઆઈ જ 18 લાખની લાંચ લેતાં ઝડપાયા, જાણો શું હતી સમગ્ર ઘટના
આ લાંચીયા પી.આઈએ ગૌશાળાનાં કેસમાં આરોપીને સાક્ષી બનાવવાનું કહીને 18 લાખ સ્વીકારતા હતા તે દરમિયાન પકડાઈ ગયા હતાં.
જૂનાગઢ: જુનાગઢ એસીબીના પીઆઈ ડી.ડી.ચાવડા જ 18 લાખની લાંચ લેતાં ACBએ છટકું ગોઠવીને પકડતા ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો. આ લાંચીયા પી.આઈએ ગૌશાળાનાં કેસમાં આરોપીને સાક્ષી બનાવવાનું કહીને 18 લાખ સ્વીકારતા હતા તે દરમિયાન પકડાઈ ગયા હતાં. ગૃહ વિભાગને ફરિયાદ મળતાં જ એસીબીના પીઆઈ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
એસીબીએ વર્ષ 2018માં એક ગૌશાળાના કેસમાં લાંચ લેવાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં આરોપીને સાક્ષી તરીકે બનાવવા માટે પીઆઈ ડી.જી. ચાવડાએ તૈયારી કરી હતી. પીઆઈ ચાવડાએ આરોપીને સાક્ષી બનાવવા માટે 18 લાખ આપવાના નક્કી કર્યાં હતા. આખરે પીઆઈ ડી.જી.ચાવડા 18 લાખ લેવા માટે તૈયાર થયા હતા અને આ અંગે ગૃહ વિભાગમાં જાણ કર્યાં બાદ એસીબીએ તેના જ પીઆઈ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
આખરે પીઆઈ ચાવડાની 18 લાખની લાંચ લેતાં એસીબીએ જ ધરપકડ કરી હતી. બીજી ટીમો પીઆઈના ઘર સહિતના ઠેકાંણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અંગે ગુનો નોંધી પોલીસે પણ તપાસ શરૂ કરી છે.
ACBમાં છટકામાં જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ પીઆઈ ડી.જી.ચાવડા ઝડપાયા છે. જુનાગઢ એસીબીના જ પીઆઇ ડી.જી.ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ પકડતા ચકચાર મચી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement