PM Modi Gujarat Visit Live Updates: અંબાજી મંદિર પહોંચ્યા PM મોદી, પુજા કરી મા ના લીધા આશિર્વાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે
LIVE
Background
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.
તે સિવાય વડાપ્રધાન મોદી અમદાવાદના નાગરિકોને પણ મોટી ભેટ આપશે. વડાપ્રધાન મોદી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે. તેઓ થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે.
પીએમ મોદીએ મહા આરતીમાં લીધો ભાગ
Prime Minister Narendra Modi visits Ambaji Temple and offers prayers in Banaskantha, Gujarat. pic.twitter.com/azU0LhW0M3
— ANI (@ANI) September 30, 2022
અંબાજી મંદિર પહોંચ્યા PM મોદી
પીએમ મોદીની સભા પુરી કરી અંબાજી મંદિર પહોચ્યા હતા. અંહી તેમણે મા અંબાની પૂજા કરી આશિર્વાદ લીધા હતા.
બનાસકાંઠા જિલ્લામાં દિવાળી જેવો માહોલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની ધરતી પર પહોંચી ચૂક્યા છે અને 2700 કરોડ રૂપિયાના ખર્ચે તારંગા હિલ-અંબાજી -આબુરોડ બ્રોડગેજ લાઈનનું ખાતમુહૂર્ત કરવાના હોઇ બનાસકાંઠા જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. નરેન્દ્ર મોદી હેલીપેડથી સભા સ્થળે પહોંચતા રસ્તામાં દાંતાના મોટા સડા ગામે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક આદિવાસ લોકોએ પરંપરાગત નૃત્ય કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રેલ્વે લાઈન માટે વર્ષોથી બનાસકાંઠા જિલ્લા વાસીઓની માંગણી હતી ત્યારે હવે આ સપનું પૂર્ણ થતા જિલ્લા વાસીઓમાં આનંદો છવાયો છે અને આ રેલ્વે લાઈન શરૂ થતા અહીં આજુબાજુના અનેક ગામડાના લોકોને રોજગારી મળશે અને તેનાથી મોટો ફાયદો થશે.
PM મોદી અંબાજી ખાતે મહાઆરતીમાં લેશે ભાગ
પીએમ મોદી બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે. અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ PM અંબાજી મંદિર ખાતે વિશેષ પુજા વિધિ કરશે અને ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઝ-2માં અમદાવાદને ગાંધીનગર સાથે જોડાશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે માલગાડીઓની સ્પીડ વધશે ત્યારે ગુજરાતના બંદરો વધુ ઝડપથી કામ કરી શકશે. ગુજરાતના દરિયાકાંઠાને સૌથી વધુ ફાયદાની સંભાવના છે. છેલ્લા આઠ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમે જન આશાઓથી જોડ્યા છે. બાળકોને મેટ્રો સ્ટેશન અને મેટ્રોની વ્યવસ્થા દેખાડવી જોઇએ. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઝ-2માં અમદાવાદને ગાંધીનગર સાથે જોડાશે. વંદે ભારત ટ્રેન વધુમાં વધુ સાડા પાંચ કલાકમાં ગાંધીનગરથી મુંબઇ પહોંચાડી દેશે