'આજે પબુભા સૌથી વધુ ખુશ છે, હું સીએમ હતો ત્યારથી પબુભા બ્રિજ અંગે રજૂઆત કરતા'તા', -પીએમ મોદીએ દ્વારકામાં પબુભાની કરી પ્રસંશા
આજે બપોરે પીએમ મોદીએ જનસભાને સંબોધતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ભરપુર પ્રસંશા કરી હતી
PM Modi Gujarat Visit: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, આજે દ્વારકામાં પીએમ મોદીએ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કર્યુ હતુ. ખાસ વાત છે કે, અહીંના લોકોની માંગને ધ્યાનમાં રાખીને સિગ્નેચર બ્રિજનું નવુ નામ સુદર્શન સેતુ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદીએ બપોરે દ્વારકામાં એક જંગી જનસભાને સંબોધી હતી, જેમાં દ્વારકાના દિગ્ગજ બાહુબલી નેતા પબુભા માણેકની ખુબ જ પ્રસંશા કરી હતી.
આજે બપોરે પીએમ મોદીએ જનસભાને સંબોધતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની ભરપુર પ્રસંશા કરી હતી, પીએમ મોદી દ્વારકામાં સુદર્શન સેતુનું લોકાર્પણ પ્રસંગે કહ્યું કે, મને આ બ્રિજ અંગે પબુભા માણેક અનેકવાર રજૂઆત કરતા હતા, પીએમે કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો ત્યારે પબુભા માણેક બ્રિજ અંગે જ રજૂઆત કરતા હતા, પબુભા માણેકે સંકલ્પ લીધો હતો કે બ્રિજનું કામ કરવું જ છે, અને આજે જ્યારે આ બ્રિજનું કામ છે ત્યારે પબુભા સૌથી વધારે ખુબ છે. દ્વારકાથી સતત આઠમી વખત ધારાસભ્ય બનેલા પબુભા માણેકે આ બ્રિજ અંગે અનેકવાર પીએમ મોદીને વાત કરી હતી. પીએમ મોદી સુદર્શન સેતનું લોકાર્પણ કરી દીધું છે. આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ રૂ.979 કરોડના ખર્ચે થયું છે. 2.3 કિમી લંબાઈના બ્રિજની સાથે 2.45 કિમીનો એપ્રોચ રોડ પણ બનાવાયો છે. સુદર્શન સેતુ દ્વારા બેટ દ્વારકા જતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા જાહેર સભામાં પહોંચ્યા હતા. તે સમયે મોટી જનમેદની એ મોદી મોદી નાં નારા લગાવ્યા હતા. મોદી ને સાંભળવા આતુર લોકો એ ભારત માતા કી જયનાં પણ નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, દ્વારકાની ભૂમિને નમન. ભગવાન શ્રીકૃષ્ણને મોરપીંછ અર્પણ કરી ધન્યતા અનુભવી. અનેક વર્ષોની ઈચ્છા આજે પૂરી થઈ. સુદર્શન સેતુના લોકાર્પણની તક મળી. સુદર્શન સેતુ એ એન્જિનિયરિંગનો કમાલ છે. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું, દ્વારકામાં આસ્થાના અનેક કેંદ્રો આવેલા છે. આજે દ્વારકાધામમાં દિવ્યતાનો અનુભવ થયો. આજે દરિયામાં પ્રાચીન દ્વારકાના દર્શન કર્યા. અહીં જે થાય છે તે દ્વારકાધીશની ઈચ્છાથી થાય છે.
આ પહેલા દ્વારકાના દરિયામાં પીએમ મોદીએ ખાસ સ્કૂબા ડાઇવિંગ કર્યુ હતુ, પીએમ મોદીએ લક્ષદ્વીપ બાદ દ્વારકાના દરિયામાં સ્કૂબા ડાઈવિંગની મજા માણી હતી. પીએમે દ્વારકા દરિયામાં જઇને પૌરાણિક કૃષ્ણ નગરીના દર્શન કર્યા હતા, તેમને આ દરિયામાં દ્વારકાના દર્શનને દિવ્ય અનુભવ ગણાવ્યો હતો.
જાણો કોણ છે પબુભા માણેક ?
કદાવર નેતા પબુભા માણેકનો જન્મ 2 જુલાઈ 1956ના રોજ થયો હતો. 66 વર્ષીય પબુભા માણેક છેલ્લા 32 વર્ષથી ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 34 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યાં છે. તેઓ ભૂતકાળમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. 2019માં પબુભા માણેકનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે RTI એક્ટિવિસ્ટને ધમકાવતા જોવા મળ્યો હતા. પબુભા માણેક વાઢેર જ્ઞાતિમાંથી આવે છે તેમની સમાજમાં છાપ સારી છે. ખાસ વાત છે કે, પબુભા દ્વારકાથી સતત આઠમી વખત ધારાસભ્ય બન્યા છે.