PM મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસેઃ જાણો કઈ તારીખે આવશે અને શું છે તેમનો આખો કાર્યક્રમ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે. 11મી માર્ચે સવારે પીએમ મોદી સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે. 11મી માર્ચે સવારે પીએમ મોદી સવારે 10.30 વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી કોબા પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કમલમ ખાતે પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાશે.
કમલમથી પીએમ મોદી રાજભવન ખાતે પહોંચશે. બપોર બાદ પીએમ મોદી રાજભવન થી જીએમડીસી સેન્ટર અમદાવાદ ખાતેના સરપંચ સંમેલન ખાતે હાજર રહેશે. સરપંચ સંમેલન બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે જે દરમિયાન રાજભવન ખાતે રાજકીય બેઠકો યોજાશે. 12મીએ સવારે 11 કલાકે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહેશે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીના પદવીદાન સમારોહ બાદ પીએમ મોદી રાજભવન પરત ફરશે.
બપોર 1 વાગ્યા થી 6 વાગ્યા સુધી પીએમ મોદી રાજભવન ખાતે રાજકીય મુલાકાત બેઠકો અને મીટીંગ માટેનો સમય રિસર્વ. સાંજે રાજભવન થી પીએમ મોદી અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2022 ને ખુલ્લો મુકશે. ખેલ મહાકુંભના કાર્યક્રમ બાદ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ થી દિલ્હી પરત ફરશે.
ભાજપના શાસનમાં ભાજપના જ સભ્ય દ્વારા ભ્રષ્ટાચારને લઈ પ્રતિક ઉપવાસ કરતા રાજકારણ ગરમાયુ
બોટાદઃ બોટાદ નગરપાલિકા ના વોર્ડ નંબર 10ના ભાજપના સભ્ય પ્રતિક ઉપવાસ પર બેઠા છે. મેઘજીભાઈ તલસાનીયા નગરપાલિકા કચેરી બહાર ઉપવાસ પર બેઠા છે. વોટર વકર્સ શાખામાં ભ્રષ્ટાચાર થયેલ હોઈ નગરપાલિકા તપાસ કરે તેવી માંગ કરી. નગરપાલિકાના પ્રમુખ સહિતને રજુઆત કરવા છતાં પગલાં લેવામાં નહિ આવતા ઉપવાસ શરૂ કર્યા.
2019માં ચીફ ઓફિસર અને એન્જીનીયર સુનિલ પરમાર દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ મેઘજીભાઈ દ્વારા કરવામાં આવ્યો છે. બોટાદ નગરપાલિકા માં 40 સભ્યો ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના છે. ભાજપના શાસનમાં ભાજપના જ સભ્ય દ્વારા ભ્રષ્ટાચારને લઈ પ્રતિક ઉપવાસ કરતા રાજકારણ ગરમાયુ છે.