PM Modi Gujarat Visit: કચ્છમાં આવેલા ગોઝારા ભૂકંપની યાદમાં બનાવવામા આવ્યું સ્મૃતિવન, જાણો તેની વિશેષતા
PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે કચ્છની મુલાકાતે છે. પ્રધાનમંત્રી અહીં 5079.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નહેર, સ્મૃતિવન, ભુજ-નખત્રાણા સબસ્ટેશન, વિજ્ઞાન કેન્દ્ર, વીર બાળ સ્મારક, ડો.આંબેડકર સંમેલન કેન્દ્ર, ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
PM Modi Gujarat Visit: પીએમ મોદી આજે કચ્છની મુલાકાતે છે. પ્રધાનમંત્રી અહીં 5079.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. નહેર, સ્મૃતિવન, ભુજ-નખત્રાણા સબસ્ટેશન, વિજ્ઞાન કેન્દ્ર, વીર બાળ સ્મારક, ડો.આંબેડકર સંમેલન કેન્દ્ર, ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ભુજ-ભીમાસર નેશનલ હાઇવે, માતાના મઢના વિકાસ કાર્યો, ગાંધીધામ અન્ડર ગ્રાઉન્ડ ડક્ટ, પાલિકાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે. પીએમ સ્મૃતિવનની મુલાકાત બાદ પ્રધાનમંત્રી સીધા કચ્છ યુનિવર્સિટીમાં સભા સ્થળે પહોંચી કચ્છની પ્રજા સાથે રૂબરૂ થશે.
Sharing some more pictures of Smriti Van Memorial in Kutch. pic.twitter.com/71nQr7BuQ8
— Narendra Modi (@narendramodi) August 27, 2022
આ પહેલા પીએમ મોદીએ કચ્છને યાદ કર્યું હતું. કચ્છની મુલાકાતના એક દિવસ અગાઉ તેમણે ટ્વીટ કર્યું હતું. ભુજના સ્મૃતિવન વિશે વડાપ્રધાને કહ્યું કે, 2001ના ભૂકંપમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્મૃતિવનએ એવા લોકો માટે શ્રદ્ધાંજલિ છે.
આજે પીએમ મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે.આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે.
In Kutch tomorrow, I will inaugurate Smriti Van Memorial. This Memorial is associated with the tragic Earthquake of 2001 in which several people lost their lives. Smriti Van is a tribute to those we lost and also a tribute to the remarkable fighting spirit of the people of Kutch. pic.twitter.com/lQFP6oSzA4
— Narendra Modi (@narendramodi) August 27, 2022
ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતૂથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે. તેના માટે આધુનિક ટેક્નોલોજી અને ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે.
પુન:સ્મરણ બ્લોકમાં મુલાકાતીઓ ગેલેરીમાં પહોંચીને ભોગ બનેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે. કચ્છનો વિશેષ રંગ ઉમેરાય તે હેતૂથી આ મ્યૂઝિયમની દિવાલો અને ફ્લોરમાં સ્થાનિક ખાવડા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પથ્થરની વિશેષતા એ છે કે સમય જતા લોકોની ચહલપહલથી તે વધુ મજબૂત અને સુંદર બનતો જાય છે. ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે.
પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દિવાલો પર મુકવામાં આવી છે.