શોધખોળ કરો
Advertisement
પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના આ બે શહેરને આપશે મોટી ભેટ, વીડિયો કોન્ફરન્સથી ઈ-ખાતમુહૂર્ત કરશે
અમદાવાદ મેટ્રોલ રેલ પ્રોજેક્ટના બાકી રહેતા 33.5 કિલોમીટરની કામગીરી 15 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
પીએમ મોદીના હસ્તે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજે્કટ ફેઝ-2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ કરાશે. આ બંને પ્રોજેક્ટનું પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-ખાતમુહૂર્ત કરશે.
સૌ પ્રથમ વાત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરીએ તો, જે ફેઝ-2 પ્રોજેક્ટનો શિલાન્યાસ થવાનો છે તે ફેઝ-1 પ્રોજેક્ટનું વિસ્તરણ હશે. ફેઝ-2 પ્રોજેક્ટ અમદાવાદને ગાંધીનગર સાથે જોડશે. અમદાવાદ મેટ્રોલ રેલ પ્રોજેક્ટના બાકી રહેતા 33.5 કિલોમીટરની કામગીરી 15 ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
ફેઝ-2 કોરિડોર એકની લંબાઈ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીના 22.8 કિલોમીટરની છે. જેને ભવિષ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એયરપોર્ટ સાથે જોડવામાં આવે તેવી તેવી જોગવાઈ રાખેલ છે.
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર એલિવેટેડ કોરિડોરમાં 20 એલિવેટેડ સ્ટેશનો છે. GNLUથી ગિફ્ટ સિટી સુધીની બે એલિવેટેડ સ્ટેશન સાથે કોરિડોર-2ની લંબાઈ 5.4 કિલોમીટર છે. જેમાં GNLU પાસે મેટ્રો ટ્રેન ઈંટરચેંજ સુવિધા અને સાબરમતી નદી પર પુલ છે.
હવે વાત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કરીએ તો, પ્રથમ તબક્કો બે કોરિડોર સાથે 40.35 કિલોમીટરની લંબાઈની છે. કોરિડોર-1ની લંબાઈ 21.61 કિ.મી. અને કોરિડોર-2ની લંબાઈ 18.74 કિલોમીટરની છે. જેનો અંદાજીત ખર્ચ 12 હજાર 20 કરોડ છે.
કોરિડોર-1 સરથાણાથી ડ્રિમ સીટી સુધીનો છે. જેમાં 14 એલિવેટેડ મેટ્રો સ્ટેશન અને છ ભૂગર્ભ મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થશે. કોરિડોર-2 ભેસાણથી સરોલી સુધીનો છે. જેમાં 18 એલિવેટેડ મેટ્રો સ્ટેશનનો છે. હાલ ડ્રિમ સિટી ડેપોથી કદરશાની નાલ સુધીના 9.88 કિલોમીટર વાળા કોરિડોર-1ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જેમાં 10 એલિવેટેડ મેટ્રો સ્ટેશનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement