શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Police Allowance : એફિડેવિટ મામલે નારાજ પોલીસકર્મીઓને મનાવવાની કોને સોંપાઈ જવાબદારી?

એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો છે. ડિસીપી, એસપી, એસડીપીઓ તથા એસએચઓને પોલીસકર્મીઓને સમજાવવા આદેશ કર્યો છે.

ગાંધીનગરઃ પબ્લિક સિક્યેરીટી અલાઉન્સમાં એફીડેવીટ કરવાના મામલે હવે નારાજ પોલીસકર્મીઓને સમજાવવા આદેશ અપાયો છે. એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો છે.

ડિસીપી, એસપી, એસડીપીઓ તથા એસએચઓને પોલીસકર્મીઓને સમજાવવા આદેશ કર્યો છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા એલઆરડી માટે ભથ્થું જાહેર કરાયું છે.

Police Allowance : એફિડેવિટ મામલે નારાજ પોલીસકર્મીઓને મનાવવાની કોને સોંપાઈ જવાબદારી?

દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજરોટમાં મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મે જ્યારે ગુજરાતના પોલીસકર્મીઓને ગ્રેડ પેની ગેરેન્ટી આપી ત્યાર બાદ સરકારે ગ્રેડ પે તો આપ્યો પરંતુ થોડા ભથ્થા વધારવાની જાહેરાત કરી. હવે તેમની પાસે આંદોલન ન કરવા માટે સહીઓ લેવામાં આવી રહી છે. કેજીરીવાલે કહ્યું, હું પોલીસના જવાનોને અપીલ કરું છુ કે કોઈ સરકારને અંડરટેકિંગ ન આપો. ત્રણ મહિના બાદ જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે તમને ગ્રેડ પે આપવામાં આવશે અને કોઈ સરતો પણ માનવાની નહીં રહે. ગુજરાતનાં સરકારી કર્મચારીઓને ડરાવવામાં આવતા હોવાની પણ તેમણે વાત કરી.

અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને આપ નેતા અરવિંદ કેજરીવાલે આજે દ્વારકામાં જાહેરસભા યોજી હતી. ખેડૂતો માટે વીજળી યુવાનો માટે રોજગારી રસ્તાઓ અને હોસ્પિટલ સહિતનાં મુદ્દે વચનોની લહાણી કરી હતી. મસમોટી જન મેદની વચ્ચે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતનાં નેતાઓ પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. 

આ તકે સભા પૂર્ણ થતાં કેજરીવાલ સર્કિટ હાઉસ ખાતે જઈ ત્યાર બાદ જગત મંદિર કૃષણ ભગવાનના દર્શન કરવા ગયા હતા જ્યાં ભગવાનનાં દર્શન બાદ જગત મંદિર બહાર તેમને પીસી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભગવાનનાં દર્શન કરી શાંતિ મળી. સહુની મનોકામના પૂર્ણ થાય અને ભારત મહાસતા બને, સહુને રોજગારી મળે તેવી ભગવાનને  પ્રાર્થના કરી હતી. અમે જે વાદા કર્યા તે પૂરા કરીએ છીએ. ગુજરાત સરકાર પણ બોજો છે. અમે ઈમાનદારીથી કામ કરશું. અમારી સાથે કૃષ્ણનાં આશીર્વાદ છે. ગુજરાતમાં ભષ્ટ્રાચાર થાય છે, રોજગાર મળતા નથી. સરકારી કર્મચારીઓ હેરાન છે. અમે દિલ્હીમાં ત્રણ વખત ચૂંટણી જીતી છે. કોઈ પાર્ટી જનતાનાં મુદ્દાની વાત કરતી નથી.

નાયબ મામલતદારે આપી દીધું રાજીનામું

ગાંધીનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું રાજીનામુ આપ્યું છે. કર્મચારીઓની પડતર મગણીઓની સતત અવગણના થતા નિરાશ થઈને કર્મચારીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું. નાયબ મામલતદાર કુમાર ગઢવીએ કલેક્ટરને લેખિતમાં રાજીનામુ આપ્યું.  કુમાર ગઢવીએ જાહેરાત કરી હતી કે, અમારી માંગણી ન સંતોષતા મેં રાજીનામું આપ્યું છે. હું કોઈ પક્ષમાં જોડાઇશ તો કંઇક થશે.  હું આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો છું. 

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમના સંગઠનના પ્રચારને વેગ આપવા માટે શુક્રવારથી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવશે અને આ દરમિયાન તેઓ ચૂંટણી પૂર્વે વધુ ગેરંટીની જાહેર કરશે. ગુરુવારે એક નિવેદનમાં, AAPએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દરમિયાન, કેજરીવાલ ગુજરાતના લોકો માટે "મોટી પ્રી-પોલ ગેરંટી" જાહેર કરશે, જ્યાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Murder Case: મોતીવાડા હત્યા કેસમાં  સાયકો કિલરને સાથે રાખી પોલીસનું રિકન્સ્ટ્રક્શનHun To Bolish : હું તો બોલીશ : ખનીજ માફિયાના બાપનો પર્દાફાશHun To Bolish : હું તો બોલીશ : સમાજના નામે સંગ્રામ કેમ?Ahmedabad News: નિકોલમાં બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
Cyclone: તમિલનાડુ પર તોફાનનો ખતરો, ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી, NDRFની 17 ટીમો તૈનાત
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
‘સગાઇ કરી શારીરિક સંબંધ બાંધ્યા અને...’, ભારતના દિગ્ગજ ક્રિકેટરના સાળા પર દુષ્કર્મનો આરોપ
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
'અનામત માટે ધર્મપરિવર્તનની મંજૂરી આપી શકાય નહી', સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Khyati Hospital: અમદાવાદથી 66 કિમી દૂર આ ફાર્મહાઉસમાં છૂપાયા હતા આરોપીઓ, પોલીસે આ યુક્તિથી ઝડપ્યા
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Bajrang Punia: NADAની મોટી કાર્યવાહી, ડોપિંગ કેસમાં બજરંગ પૂનિયા પર ચાર વર્ષનો પ્રતિબંધ
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
Jio, Airtel, Voda અને BSNL માટે બદલાશે આ નિયમ, સ્પામ OTPથી મળશે છૂટકારો
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
'ગૌતમ, સાગર અદાણી અને વિનીત જૈન પર અમેરિકામાં નથી લાગ્યો લાંચનો આરોપ', અદાણી ગ્રુપનું નિવેદન
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
PAN Update: નવા પાન કાર્ડને લઇને નાણામંત્રાલયે આપ્યા તમામ સવાલના જવાબ, પાનકાર્ડ ધારકોએ જાણવા જરૂરી
Embed widget