Lok sabha Election 2024: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકાથી વધુ મતદાન થયું છે. 2019નો મતદાનનો રેકોર્ડ તૂટવાની શક્યતા નહીંવત છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે.
25 લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
25 લોકસભા બેઠક પર 5 વાગ્યા સુધી સરેરાશ 55.22 ટકા મતદાન થયું છે. વલસાડમાં સૌથી વધુ સરેરાશ 68.12 ટકા મતદાન થયું છે. અમરેલીમાં સૌથી ઓછું 45.59 ટકા મતદાન નોંધાયુ છે.
ઉત્તર ગુજરાતની પાંચ બેઠકો પર સરેરાશ 57.75 ટકા મતદાન થયું છે. સૌરાષ્ટ્રની આઠ લોકસભા બેઠક પર સરેરાશ 49.91 ટકા મતદાન થયું છે. દક્ષિણ ગુજરાતની 4 બેઠક પર સરેરાશ 62 ટકા મતદાન થયું છે. મધ્ય ગુજરાતની 8 બેઠકો પર 55.51 ટકા મતદાન થયું છે.
પાંચ લોકસભા બેઠક પર 60 ટકાથી વધુ મતદાન થયું છે. રાજ્યની 13 લોકસભા બેઠક પર 50થી 60 ટકા મતદાન થયું છે. રાજ્યની 7 લોકસભા બેઠક પર 40થી 50 ટકા મતદાન થયું. વલસાડ, બનાસકાંઠામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે. બારડોલી, ભરૂચ, છોટાઉદેપુરમાં 60 ટકાથી વધુ મતદાન થયું છે. ગાંધીનગર, જૂનાગઢ, દાહોદ, નવસારીમાં 55 ટકાથી વધુ મતદાન થયું છે.
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકાથી વધુ મતદાન થયું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સાંજે 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન થયું છે. રાત્રે 12 વાગ્યે સત્તાવાર આંકડા સામે આવશે. આ સિવાય તેમણે જે ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો તેની પણ માહિતી આપી છે.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યા અનુસાર, ભરૂચના કેસર, સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે.
પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતેથી વૅબ કાસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જ્યાં ફરિયાદો મળી હતી તે મતદાન મથકોનું વેબ કાસ્ટીંગ થકી ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ પોલીંગ સ્ટાફની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, લગભગ 40 થી 41 ડિગ્રીની ગરમીમાં પણ મતદાન સ્ટાફે ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે તે બદલ તેમણે મતદાન સ્ટાફ તથા તેમના પરિવારજનોનો આભાર પ્રગટ કર્યો હતો.