PORBANDAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાઈ, કથાકાર રમેશભાઈ ઓઝા હાજર રહ્યાં
Porbandar News :પોરબંદરના આંગણે તિરંગાયાત્રા ને અનુલક્ષીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગાયાત્રા યોજાઇ હતી.
![PORBANDAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાઈ, કથાકાર રમેશભાઈ ઓઝા હાજર રહ્યાં Porbandar News Tiranga yatra held in Porbandar under the leadership of CM Bhupendra Patel PORBANDAR : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં તિરંગાયાત્રા યોજાઈ, કથાકાર રમેશભાઈ ઓઝા હાજર રહ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/13/fb841eba6c308e860c4224f00249a6be1660402729853392_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Porbandar News : આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદરના આંગણે તિરંગાયાત્રા ને અનુલક્ષીને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તિરંગાયાત્રા યોજાઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદરના આંગણે તિરંગાયાત્રા યોજાઈ હતી જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
એરપોર્ટ ખાતે ભાજપના આગેવાનોએ મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગાંધી જન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને ત્યાં થી સીધા સુદામા ચોક ખાતે આયોજિત સભામાં હાજરી આપી હતી. જ્યાં ભાજપ પરિવાર અને વિવિધ સંસ્થા દ્વારા મુખ્યપ્રધાનનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ આ જાહેર સભામાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગાંધીજીનું સ્વરાજથી સુરાજ સુધીનું સ્વપ્ન સાકાર થયું છે સાથે સાથે દરેક ઘરમાં તિરંગો લેહરાવવાનું સ્વપ્ન પણ ચરિતાર્થ થયું છે.
આ પ્રસંગે કથાકાર રમેશભાઈ ઓઝાએ ભારતની મહામૂડી આઝાદી અંગે જણાવ્યું હતું કે જો એકતા હશે તો જ દેશની અખંડિતતા જળવાય રહેશે. જે રીતે દરેક મન્દિરમાં ધ્વજ હોય તેમ આજે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માં દરેક ઘર ઉપર તિરંગો લહેરાવ્યો છે.
આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ ભારતની આઝાદી માટે બલિદાન આપનાર મહાનુભાવોને યાદ કર્યા હતા અને જણાવ્યુ હતું કે દેશ પ્રતિ આપણી પણ ઘણી ફરજો છે જે નિભાવીને રાષ્ટ્રને વધુ મજબૂત બનાવીએ.
આ સભા બાદ સુદામા ચોક ખાતેથી તિરંગાયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સાંસદ રમેશ ધડુક, રાજ્યસભાના સંસદ રામ મોકરિયા, રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા, પોરબંદર ના ધારાસબ્ય બાબુભાઇ બોખીરીયા સહીતના ભાજપના આગેવાનો તેમજ વિવિધ સંસ્થાઓના આગેવાનો અને મોટી સંખ્યામાં શહેરીજનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા અને ગાંધી ભૂમિમાં દેશપ્રેમ છલકાયો હતો.
તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો
15 ઓગષ્ટે આઝાદીના 75 વ્રષ પુરા થઇ રહ્યાં છે ત્યારે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાં જલ-થલ અને નભમાં ભારતનું ગર્વ એવો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં અને લહેરાવવામાં આવી રહ્યો છે, ત્યારે તાપી નદીના એક ટાપુ પર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)