Porbandar: પોરબંદરમાં દારૂ સમજી યુવકોએ પીધુ ઝેરી કેમિકલ, બેના મોત
પોરબંદરના સુભાષનગરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકોના મોત થયા હતા
પોરબંદરના સુભાષનગરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના સુભાષનગરમાં દારૂ સમજી કેમિકલ પીતા બે યુવકોના મોત થયા હતા જ્યારે ત્રણ જણા બીમાર થયા હતા.
પોરબંદરના સુભાષનગરમાં ઝેરી કેમિકલ પીવાથી બે યુવકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પોરબંદરના સુભાષનગરમાં દારૂ સમજી કેમિકલ પીતા બે યુવકોના મોત થયા હતા જ્યારે ત્રણ જણા બીમાર થયા હતા. સુભાષનગરમાં કેરબામાંથી સાતથી વધુ લોકોએ દારૂ સમજીને કેમિકલ પીધું હતું. જેના કારણે બે લોકોના મોત થયા હતા. હાલમાં પાંચ લોકો સારવાર હેઠળ છે. માછીમારી દરમિયાન દરિયામાંથી કેમિકલ ભરેલો કેરબો મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બે ઓગસ્ટે યુવકો માછીમારી માટે દરિયામાં ગયા હતા. માછીમારી દરમિયાન પાંચ લીટરનો કેરબો મળ્યો હતો. સુરેશ નામનો વ્યક્તિ પાંચ લીટરનો કેરબો મળ્યો હતો. સુરેશ અને વિઠ્ઠલ પરમારે કેરબામાંથી કેમિકલ પીધુ હતું. જેમણે કેમિકલ ચાખ્યું હતું તેમને સામાન્ય અસર થઇ હતી.
નોંધનીય છે કે તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લામાં ઉના પોલીસે શહેર નજીક આવેલા એક ખાનગી ફાર્મ હાઉસ માંથી અંદાજિત 30 લાખ 66 હજાર કરતાં વધુના દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો. પોલીસની રેડ દરમિયાન દીપક જાદવ નામનો બુટલેગર ઝડપાયો હતો. જયારે અન્ય પાંચ ઈસમો અંધારાનો લાભ લઈને ફરાર થવામાં સફળ રહ્યા છે. પોલીસે દરોડામાં 8196 દારૂની બોટલ જપ્ત કરી હતી. પકડાયેલી દારૂની 336 પેટી ઉના સુધી કઈ રીતે પહોંચી તેને લઈને પણ ઉના પોલીસ સમગ્ર મામલામાં તપાસ કરી રહી છે.
થોડા દિવસ અગાઉ મહીસાગરના સંતરામપુરમાં એસટી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. ઝાલોદથી મોરબી તરફ જતી બસમાંથી વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઈ હતી. સંતરામપુર એસ.ટી સ્ટેન્ડમાં બસની અંદર પોલીસે તપાસ કરતા મહિલા પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી કબુબેન બસમાં વિદેશી દારૂને લઈ જઈ રહી હતી.