કોરોનાની ચેઈન તોડવા 15 દિવસનું લોકડાઉન જરુરી, જાણો કોણે આપ્યું આ નિવેદન
તેમણે જણાવ્યું કે 3-4 દિવસના લોકડાઉનનો કોઈ મતલબ નથી. કારણ કે 3-4 દિવસના લોકડાઉનની જાણ થતા લોકો ભારે ભીડ કરે છે અને 4 દિવસમાં લોકડાઉન ખુલી જતા ફરી એજ લોકો ફરતા થઈ જાય છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવી હોયતો 15 દિવસ લોકડાઉન કરવુ જ પડે.
અમદાવાદ: અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ(Coronavirus) ખૂબ જ ઝડપથી વધુ રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણ(Corona)ને અટકાવવા અને કોરોનાની ચેઈન તોડવા 15 દિવસ માટે લોકડાઉન(Lockdown) જરૂરી હોય તેવું નિવેદન AMAના પ્રમુખ કિરીટ ગઢવીએ આપ્યું છે.
તેમણે જણાવ્યું કે 3-4 દિવસના લોકડાઉનનો કોઈ મતલબ નથી. કારણ કે 3-4 દિવસના લોકડાઉનની જાણ થતા લોકો ભારે ભીડ કરે છે અને 4 દિવસમાં લોકડાઉન ખુલી જતા ફરી એજ લોકો ફરતા થઈ જાય છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવી હોયતો 15 દિવસ લોકડાઉન કરવુ જ પડે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
સોમવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 30,000 પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 30680 પર પહોંચ્યો છે. જેમાંથી 216 લોકો વેન્ટિલેટર પર અને 30464 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 89.95 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
45,872 |
336 |
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.