પ્રજા પર વધુ એક મોંઘવારીનો માર, સિંગતેલના ભાવમાં ફરી આટલો થયો વધારો
શુક્રવારે સીંગતેલમાં ભાવ વધારો આવતા સીંગતેલનો ડબ્બો 2800 રૂપિયાની નજીક એટલે કે 2750 પર પહોંચ્યો છે
ગાંધીનગરઃ લોકો પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો હતો. સિંગતેલ તેલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા પર પહોંચ્યો છે અને છેલ્લા એક મહિનામાં સીંગતેલમાં 150 અને કપાસિયા તેલમાં 120નો ભાવ વધારો થયો છે.
શુક્રવારે સીંગતેલમાં ભાવ વધારો આવતા સીંગતેલનો ડબ્બો 2800 રૂપિયાની નજીક એટલે કે 2750 પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2690, પામોલીનનો 2445, સરસવ તેલનો 2460, દિવેલનો 2460, સનફલાવરનો 2560, કોર્ન ઓઈલનો 2380 થયો છે. સતત બે વર્ષથી મગફળીની મબલખ ઉત્પાદન છતાં ભાવ વધારો યથાવત છે. વેપારીઓનું કહેવું છે કે, પામમાં હજુ નવો પાક આવતા એક મહિનો લાગશે અને ત્યારબાદ ભાવ કાબૂમાં આવી શકે છે. પરંતુ ત્યાં સુધી ભાવ ઊંચા જ રહેશે.
પંજાબમાં 1લી જુલાઇથી 300 યૂનિટ વીજળી ફ્રી
પંજાબમાં ભગવંત માન સરકારને એક મહિનો પુરો થઇ ગયો છે. આ દરમિયાન સરકાર તરફથી લોકોને મોટી રાહત આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે. રાજ્યમાં દરેક ઘરને 300 યૂનિટ સુધી મફત વીજળી આપવાનુ એલાન કરવામાં આવ્યુ છે.
પંજાબ વિધાનસભામાં જીત બાદ આમ આદમી પાર્ટીની સરકારને એક મહિને પુરો થઇ ગયો છે, હવે આપ સરકાર પુરેપુરી એક્શનમાં આવી રહી છે, સરાકરે કરેલા વાયદાને એકપછી એક પુરા કરવા માટેની શરૂઆત કરી દીધી છે. આપે ચૂંટણી પહેલા રાજ્યમાં 300 યૂનિટ ઘરેલુ વીજળી ફ્રી આપવાનો વાયદો કર્યો હતો, હવે તેને મુખ્યમંત્રી ભગવંત માને પુરો કર્યો છે.
રાજ્ય સરકારે પોતાના 30 દિવસનો કાર્યકાળ ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પંજાબમાં 1લી જુલાઇથી 300 યૂનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. જોકે હજુ મફત વીજળીને લઇને ભગવંત માન તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન નથી આવ્યુ. પહેલા ભગવંત માને દાવો કર્યો હતો કે તે 16 એપ્રિલે પંજાબની જનતા માટે એક મોટુ એલાન કરશે.
IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે
બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો