શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આવો છે પ્રધાનમંત્રી મોદીનો સંભવિત કાર્યક્રમ, સી-પ્લેનનું ઉદ્ધાટન કરી તેમાં બેસી અમદાવાદ પહોંચશે
31 ઓક્ટોબરના પીએમ મોદી વહેલી સવારના આરોગ્ય વનની મુલાકાત લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ગુજરાત પ્રવાસને લઈને મહત્વની માહિતી મળી રહી છે. પ્રધાનમંત્રી મોદી 30 ઓક્ટોબરના બપોરે ત્રણ વાગ્યે હેલિકોપ્ટરથી કેવડિયા ખાતે આવી પહોંચશે. 30 ઓક્ટોબરના પ્રથમ પીએમ મોદી જંગલ સફારી પાર્ક, જે હાલ ટ્રાયલ રન પર ચાલે છે તેનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ ક્રુઝ બોટનો પ્રારંભ કરાવશે.
પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ક્રુઝ બોટથી શ્રેષ્ઠ ભારત ભવન સુધી જશે. ભારત ભવનથી એક્તા મોલની મુલાકાત લઈ પ્રધાનમંત્રી મોદી ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્ધાટન કરશે. ત્યારબાદ પીએમ યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્ધાટન કરી કેવડિયામાં રાત્રી રોકાણ કરશે.
કેવડિયા ખાતે રોકાણ દરમિયાન પ્રધાનમંત્રી એકતા નર્સરી અને કેકટસ ગાર્ડનની પણ મુલાકાત લેશે. 31 ઓક્ટોબરના પીએમ મોદી વહેલી સવારના આરોગ્ય વનની મુલાકાત લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. જ્યાં સરદાર પટેલની પ્રતિમાના ચરણ પૂજન કરશે. ત્યારબાદ એકતા પરેડમાં ઉપસ્થિત રહી સૈન્યના કરતબો નિહાળશે અને નવા IAS ઓફિસરો સાથે વર્ચ્યુલ સંવાદ કરશે. એકતા પરેડનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી મોદી તળાવ નંબર 3 ખાતેથી સી-પ્લેનનું ઉદ્ધાટન કરી તેમાં બેસી અમદાવાદ પહોંચશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion