ગુજરાતના આ સ્થળે ભૂલથી પણ ઉડવતા ડ્રોન, નહીં તો ખાવી પડશે જેલની હવા
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ઉપરાંત કેટલાંક વિસ્તારોને “NO DRONE ZONE” તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે એક જાહેરનામાં દ્વારા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા વિસ્તારના નર્મદા માતાજીની મૂર્તિ, ન્યુ ગોરા બ્રીજ, મોખડી ડેમ સાઈટ, –CHPH/RBPH તેમજ ડાઇક નં.૧ એરોડ્રામથી ડાઇક નં.૪, ટેન્ટ સીટીથી ભુમલીયા ઝીરો પોઇન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીના સમગ્ર વિસ્તારને “NO DRONE ZONE” તરીકે જાહેર કર્યો છે.
આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવતો હુકમ કર્યો છે. આ જાહેરનામાની અમલવારી તારિખ 2 જૂન 2022થી તારિખ 31 માર્ચ 2022 સુધી કરવાની રહેશે. જો કે ખાસ કિસ્સામાં સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામાંમાથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ–188ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.
વેજલકા ગામના પાટીયા પાસે અકસ્માત
સુરેન્દ્રનગર: લીંબડી રાણપુર હાઇવે પર વેજલકા ગામના પાટીયા પાસે અકસ્માત સર્જાયો છે. વેજલકા નજીક પીકઅપ વાન પલ્ટી મારી ગઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજયા છે. જેમાં બે પુરૂષ અને એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. આ માલ વાહક પીકઅપ વાહનમાં પુસ્તકો સાહિત્ય ભરેલુ હતુ. બે વ્યક્તિ ને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત બાદ ચુડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
હૈદરાબાદમાં ગેન્ગરેપ, આરોપીઓ છોકરીને પબમાંથી ખેંચીને લઇ ગયા, પછી મર્સિડીઝમાં વારાફરથી આચર્યુ દુષ્કર્મ,
Hyderabad Mercedes Gang Rape: હૈદરાહબાદના જુબલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં 28 મેએ સગીરાની સાથે કથિત રીતે ગેન્ગરેપ (Hyderabad Gang-rape) ના આરોપમાં 5 સગીરો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યોચે. આ મામલામાં પિતા તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં કહેવામાં આવ્યુ છે કે છોકરીને કેટલાક છોકરાઓ કારમાં બેસાડીને લઇ ગયા. બળાત્કારની ઘટના પહેલા સીસીટીવી ફૂટેજ (CCTV Footage) માં પીડિતાને આરોપીઓની સાથે એક પબમાં જોવામાં આવી છે. છોકરાઓએ તેને ઘરે છોડવાનો પ્રસ્તાવ આપ્યો હતો.
જુબલી હિલ્સ દુષ્કર્મ કેસને લઇને હૈદરાબાદના જુલલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં તેલંગાણા BJPના સભ્યોએ વિરોદ પ્રદર્શન કર્યુ. ત્યારબાદ પ્રૉટેસ્ટ સાઇટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તેલંગાણાના મંત્રી કેટી રામા રાવે રાજ્યના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલી, ડીજીપી અને હૈદરાબાદ શહેર પોલીસ કમિશનર પાસે દુષ્કર્મ મામલામાં તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે.