પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં મોકલી શકે છે.
![પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં psi lokraksha recruitment application fee nonpayment cancellations hasmukh patel પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/31/0432d43b008757bdd9858820b56605d0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Police Recruitment 2024: પોસઈ તથા લોકરક્ષક ભરતીને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. હસમુક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ટ્વીટ અનુસાર ભરતી બોર્ડ દ્વારા ફી ન ભરી હોય તેવા 14365 ઉમેદવારોની અરજી રદ્દ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ ૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.
પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 18, 2024
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ ૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર ૯, ગાંધીનગર ૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો. તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.
અરજી રદ્દ કરવામાં આવેલ છે તેની યાદી જોવા માટે અહીં કલીક કરો......
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં લોકરક્ષકની 12,472 ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 માર્ચ, 2024 થી શરૂ થઈ હતી અને 20 માર્ચ, 2024 ના રોજ તેનો અંત આવ્યો હતો.
પદ માટે લાયકાત:
- ઉમેદવારએ ધોરણ 12 (10+2) પાસ કરેલું હોવું જોઈએ.
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- ઉમેદવારને ગુજરાતી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
પરીક્ષા પદ્ધતિ:
- લોકરક્ષક ભરતી માટે પરીક્ષા બે તબક્કામાં યોજાશે - પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા.
- પ્રારંભિક પરીક્ષા એક ઓનલાઈન MCQ પરીક્ષા હશે જેમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા અને અંકગણિતના પ્રશ્નોનો સમાવેશ થશે.
- મુખ્ય પરીક્ષા એક ઓફલાઈન પરીક્ષા હશે જેમાં લેખિત પરીક્ષા અને શારીરિક કસોટીનો સમાવેશ થશે.
- લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી ભાષા, અંકગણિત અને વિજ્ઞાનના પ્રશ્નોનો સમાવેશ થશે.
- શારીરિક કસોટીમાં દોડ, ઉંચી કૂદકો અને બેઠક ઉઠવાનો સમાવેશ થશે.
પસંદગી
- ઉમેદવારોને પ્રારંભિક પરીક્ષામાં મેળવેલા તેમના માર્ક્સના આધારે મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવશે.
- મુખ્ય પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અને શારીરિક કસોટીના દેખાવના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખો:
- અરજી શરૂ થઈ તારીખ: 1 માર્ચ, 2024
- અરજીની છેલ્લી તારીખ: 20 માર્ચ, 2024
- પ્રારંભિક પરીક્ષા તારીખ: જાહેર કરવામાં આવશે
- મુખ્ય પરીક્ષા તારીખ: જાહેર કરવામાં આવશે
વેબસાઇટ:
વધુ માહિતી માટે, ઉમેદવારો ગુજરાત પોલીસની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે: https://ojas.gujarat.gov.in/ojas1/AdvtDetailFiles/GPRB_202324_1.pdf
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)