Gujarat Assembly Elections 2022: પંજાબ કોંગ્રેસના નેતાએ કેજરીવાલ અને ભગવંત માન સામે ઉઠાવ્યા સવાલો
Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે.
![Gujarat Assembly Elections 2022: પંજાબ કોંગ્રેસના નેતાએ કેજરીવાલ અને ભગવંત માન સામે ઉઠાવ્યા સવાલો Punjab Congress Committee President Amarinder Raja Brar press conference Gujarat Assembly Elections 2022: પંજાબ કોંગ્રેસના નેતાએ કેજરીવાલ અને ભગવંત માન સામે ઉઠાવ્યા સવાલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/24/a4c1ed04240ae53d469910d0f319acd11669287086625397_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Assembly Elections 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. જેને લઈને દિલ્હી અને પંજાબના સીએમ ઘણા દિવસથી ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. હવે પંજાબ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમરીંદર રાજા બ્રારે આ વિશે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યું કે, આજે હું જરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માગું છું. ગુજરાતમાંથી દેશમાં મેસેજ જતા હોય છે. હું પંજાબ અને દિલ્હી વિશે જાણકારી આપવા માગું છું. આમ આદમી પાર્ટી આજે બીજેપીની બી ટીમ બનીને કામ કરે છે.
પહેલા જોરશોરથી આપ એ હિમાચલ પ્રદેશમાં કામ શરૂ કર્યા. ચૂંટણી શરૂ થઈ અને આમ આદમી પાર્ટી ચૂંટણી છોડીને ગુજરાત આવી ગઈ. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને હિમાચલ છોડવા કહેવામાં આવ્યું હશે. કોંગ્રેસને નબળી બનાવવા આમ આદમી પાર્ટીને મોકલવામાં આવે છે. પંજાબના સીએમ ખુદ ગુજરાતમાં આવે છે અને પૈસા આપીને લોકોને લઈને આવે છે. દિલ્હીમાં આજે શ્વાસ લેવો મુશ્કેલ છે. કેજરીવાલ કહેતા કે પંજાબના કારણે આ પ્રદુષણ થાય છે.
આજથી બે વર્ષ પહેલાં કેજરીવાલે કહ્યું હતું કે પ્રદુષણની સમસ્યાનું સમાધાન શોધ્યું છે. પરંતુ કરોડો રૂપિયા માત્ર જાહેરાત પાછળ ખર્ચવામાં આવ્યા. એક જાહેરાત એજન્સીની જેમ કામ કરે છે આમ આદમી પાર્ટી. આજે પંજાબમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ દયનિય છે. IB ના કાર્યાલય ઉપર હેન્ડ ગ્રેનેડ એટેક થઈ રહ્યા છે. ગેંગસ્ટર તિહાર જેલમાંથી આવે છે અને તે કેજરીવાલ સરકાર અંતર્ગત આવે છે. સત્યેન્દ્ર જૈનને મસાજ કરાવવામાં આવી રહ્યા છે. મર્ડર પંજાબમાં થાય અને દિલ્હી પોલીસ આરોપીઓને પકડે છે. અમિત શાહે નિવેદન આપ્યું છે કે પંજાબમાં લો એન્ડ ઓર્ડર સ્થિતિ ઠીક નથી. યુપીમાં મસ્જિદ અને મંદિરની વાત થાય છે તેમ પંજાબમાં ખાલીસ્તાનની વાત થઈ રહી છે. અમારા સીએમ અહીં વ્યસ્ત છે. મને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને અમિત શાહનો ગર્ભિત ઈશારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બરાબર જામી છે. આ ચૂંટણીમાં યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. જોકે તેમણે આ મુદ્દે વિસ્તૃત ચર્ચાની પણ ભલામણ કરી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાને કહ્યું હતું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડ લાવવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ચર્ચા અને ચર્ચા પછી. તેમણે કહ્યું હતું કે, ભાજપે જનસંઘના સમયથી દેશની જનતાને આ વચન આપ્યું છે. માત્ર ભાજપ જ નહીં, બંધારણ સભાએ પણ સંસદ અને રાજ્યોને યોગ્ય સમયે UCC લાવવાની સલાહ આપી હતી. કારણ કે, કોઈ પણ ધર્મનિરપેક્ષ દેશ માટેના કાયદા ધર્મ પર આધારિત ન હોવા જોઈએ. જો દેશ અને રાજ્ય ધર્મનિરપેક્ષ હોય તો કાયદા ધર્મ આધારિત કેવી રીતે હોઈ શકે? જેથી દરેક માટે સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદો હોવા જોઈએ.
"લોકશાહીમાં ચર્ચા અનિવાર્ય : શાહ
અમિત શાહે એક સમિટમાં દાવો કર્યો હતો કે, બંધારણ સભાની પ્રતિબદ્ધતાને સમયની સાથે ભૂલાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ સમાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)