શોધખોળ કરો
Advertisement
ઠંડી અને વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? ગુજરાતમાં આગામી 3 દિવસ કોલ્ડવેવની સ્થિતી? જાણો વિગત
આગામી 48 કલાક સુધી રાહતના કોઈ સમાચાર નથી. આ સાથે જ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદ સાથે કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. ઉત્તરાખંડ, કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમ વર્ષા થઈ રહી છે. રાજધાની દિલ્હી સહિત મેદાની પ્રદેશમાં શીતલહેર ફરી વળી છે. ગુજરાત સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં નવા વર્ષની ઉજવણી કરવા થનગની રહેલા યુવાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.
દિલ્હીમાં ઠંડીનો પારો ગગડીને 3 ડિગ્રી પહોંચી ગયો છે જે આગામી અઠવાડિયે વધારે ગગડે તેવી સંભાવના છે. 31 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડવાની પણ સંભાવના છે. એટલે કે દિલ્હીમાં તાપમાનનો પારો માઈનસમાં જઈ શકે છે અને બરફવર્ષા અને ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 48 કલાક સુધી રાહતના કોઈ સમાચા નથી. આ સાથે જ 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદ સાથે કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લાં 4 દિવસમાં 3 ડિગ્રી ગગડ્યું હતું. નલિયા બાદ ડીસા 7.6 ડિગ્રી સાથે બીજા ક્રમનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે આગામી ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેશે.
હવામાન ખાતાની આગાહી મુજબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન, બિહારની સાથે પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કીમના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ સુધી હાડ થીજાવતી ઠંડી પડશે. પૂર્વ ભારતમાં 2 જાન્યુઆરી સુધી ઠંડી પડી શકે છે.
આ ઉપરાંત આગામી ત્રણ દિવસો સુધી આ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાની પણ સંભાવના છે. મપ્ર, બિહાર, ઝારખંડ, સિક્કીમ અને ઓડિશા પણ આગામી બે દિવસ ગાઢ ધુમ્મસમાં રહી શકે છે.
હવામાન ખાતા મુજબ, ઉત્તર અફઘાનિસ્તાનની ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. જેની 30 ડિસેમ્બરથી પશ્ચિમ હિમાલયમાં અસર જોવા મળશે. પૂર્વ આસામમાં એક ચક્રવર્તી વાવાઝોડું પણ જોવા મળી રહ્યું છે. તેથી આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશાના કાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement