Rain: ઉત્તર ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડના એંધાણ, આ ગામોમાં પલટાયુ વાતાવરણ
ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામ સમયમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામ સમયમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. હવે ઉત્તર ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડના એંધાણ છે, અને બનાસકાંઠાના ગામોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. માહિતી પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં આગામી આજથી આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે, થોડાક દિવસોના વિરામ બાદ આજે બનાસકાંઠા જિલ્લામાં ફરી ઘનઘોર વાદળો છવાયા છે, અને વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, આગાહી પ્રમાણે જિલ્લામાં ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, લાખણી સહિતના વિસ્તારોમાં વાતાવણમાં જોરદાર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિસ્તારોમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ બહુ જલદી શરૂ થશે.
18 જુલાઈથી રાજ્યના આ જિલ્લામાં મૂશળધાર વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી ગુજરાતમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ 18 જુલાઇ બાદ શરૂ થશે. આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 18 જુલાઇ બાદ ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન છે. આ સિવાય રાજ્યભરમાં આગામી 7 દિવસ છૂટછવાયો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.
આજે ક્યાં વરસશે વરસાદ
રાજ્યમાં આજે પણ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં આજે વરસાદી માહોલનો અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા જોવાઇ રહી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી કરી છે. કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમનો અનુમામ છે. તો 18 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાનું સ્કાયમેટનું અનુમાન છે. પહેલા બે રાઉન્ડમાં વરસેલા સારા વરસાદના કારણે રાજ્યના 207 પૈકી 32 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. સૌરાષ્ટ્રના 22, કચ્છના આઠ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું એક એક જળાશય છલોછલ છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના 20 જળાશયોમાં 63.95 ટકા જળસંગ્રહ છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 61.98 ટકા જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદ અને છોડાયેલા પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમમાં 58 હજાર 766 ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 43 સેન્ટીમીટર વધી છે... નર્મદા ડેમની જળસપાટી વધીને 125.45 મીટરે પહોંચી છેે.