શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ જગ્યા ખાબક્યો સૌથી વધુ વરસાદ, જાણો છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
શનિવારે દિવસ દરમિયાન ભારે બફારા બાદ સાંજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગઈ કાલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે પાણી ભરાઈ ગયા હતાં. ફરી એકવાર વરસાદ પડતાં ગુજરાતના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
શનિવારે દિવસ દરમિયાન ભારે બફારા બાદ સાંજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં 8.46 ઈંચ વરસાદ નોંધાતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલી પડી હતી.
- ભરૂચના નેતરંગમાં 4.25 ઈંચ વરસાદ
- ડાંગના વાધાઈમાં 4.13 ઈંચ વરસાદ
- ખેડાના મહુધામાં 3.97 ઈંચ વરસાદ
- પોરબંદરના રાણાવાવમાં 3.26 ઈંચ વરસાદ
- સાબરકાંઠાના તલોદમાં 2.99 ઈંચ વરસાદ
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 38.26 ટકા વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
બિઝનેસ
Advertisement