શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ નોંધાયો? આ રહ્યાં વરસાદના નવા આંકડા
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાના કયા-કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તેની પર એક નજર કરીએ.
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાના કયા-કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો તેની પર એક નજર કરીએ. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 15 જિલ્લાના 47 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવી તાલુકામાં નોંધાયો હતો. ગણદેવી તાલુકામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
નવસારીના ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો જ્યારે દેવભુમી દ્વારકાના ખંભાળીયામાં 1.73 ઈંચ, વલસાડના ધરમપુરમાં 1.57 ઈંચ, નવસારી શહેરમાં 1.53 ઈંચ, સુરતના ચૌર્યાસીમાં 1.29 ઈંચ, સુરતના પલસાણામાં 1.25 ઈંચ, સુરતના મહુવામાં 1.14 ઈંચ અને તાપીના ડોલવાણમાં 0.90 ઈંચ વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી છે ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બને તેવી સંભાવના છે. સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં વરસાદી સિસ્ટમ બનતી હોય છે જેનાથી ગુજરાતને સારો વરસાદ મળતો હોય છે.
ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ માં વરસાદની ઘટ નથી, ગુજરાત રિજયનમાં સામાન્ય ઘટ છે જે ઓગસ્ટમાં પુરી થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
લાઇફસ્ટાઇલ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion