શોધખોળ કરો

આવતીકાલે રાજ્યના 13 જિલ્લામાં મેઘતાંડવ: ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું એલર્ટ જાહેર

Gujarat Rain Alert: સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં અતિભારે વરસાદની શક્યતા, અન્ય 10 જિલ્લામાં યલો એલર્ટ.

Rain forecast tomorrow: ગુજરાતમાં ચોમાસું તેની પકડ મજબૂત કરી રહ્યું છે, અને હવામાન વિભાગે આવતીકાલે, 14 જુલાઈના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે 3 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) અને 10 જિલ્લા માટે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ?

ઓરેન્જ એલર્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે તંત્ર અને નાગરિકોને ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

જ્યારે, યલો એલર્ટ નીચેના 10 જિલ્લાઓ માટે આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે: બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી.

આગાહીને ધ્યાનમાં રાખીને, સંબંધિત જિલ્લાઓના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના સામે સાવચેત રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon) હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે, રવિવાર, 13 જુલાઈ, 2025 થી વરસાદનું જોર વધશે, જેના પગલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આજે કયા જિલ્લાઓમાં કેવો વરસાદ?

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં અતિભારે વરસાદ (Gujarat Rain Alert) પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

આ ઉપરાંત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પણ તંત્ર અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

વરસાદની (Rain Alert) આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ટાળી શકાય. લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા વિનંતી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Embed widget