શોધખોળ કરો

Gujarat Rain: અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આગામી બે દિવસ સુધી ગુજરાતમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ:  રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આગામી બે દિવસ સુધી ગુજરાતમાં અમુક જગ્યાએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. જેમાં અમરેલી જિલ્લામાં અને  જૂનાગઢ જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે વરસાદ વરસી શકે છે. બે દિવસ સુધી આ વાતાવરણના કારણે  બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. ડિસેમ્બરમાં મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ડિસેમ્બર મહિનામાં તાપમાન 20 ડિગ્રી આસપાસ અથવા તેનાથી નીચું રહેશે.  ગઇકાલે 13 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.   અમદાવાદ શહેરમાં શુક્રવારે તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું.  

Gujarat Rain: અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે.  આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તાર બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMD અનુસાર, ચક્રવાત મિચોંગ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે, જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને ભારે વરસાદ પડશે.

 ચક્રવાતને ધ્યાનમાં રાખીને, રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (NCMC) એ શુક્રવારે (1 ડિસેમ્બર, 2023) રાજ્ય સરકારો અને કેન્દ્રીય મંત્રાલયો અને તેમના સંબંધિત વિભાગો વચ્ચે વધુ સારા સંકલન માટે તૈયારીઓની સમીક્ષા કરી હતી.આ દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે. જ્યારે પર્યાપ્ત સંખ્યામાં આશ્રયસ્થાનો, વીજ પુરવઠો, દવાઓ અને ઇમરજન્સી સેવાઓ તૈયાર રાખવામાં આવી રહી છે. હવે વાત કરીએ ગુજરાતની તો આ વાવાઝોડાની ગુજરાત નહિવત અસર થશે. વાવાઝોડું 5 તારીખે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે  લેન્ડફોલ્સ થશે. જેની અસરથી ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારમા છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget