Gujarat Rain: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 15 જુન બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ 15 જુન બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સાત દિવસ હળવો વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દિશાથી ભેજવાળા પવન ફુંકાતા રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
આજે સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
કાલે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જ અમુક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતમાંથી હવે ઉત્તર ભારતમાં ચોમાસું એન્ટ્રી મારશે. તાજા અપડેટ પ્રમાણે, 12 થી 15 જૂને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે.
આ વરસાદી સિસ્ટમ સર્જાવવા પાછળ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સિસ્ટમ જવાબદાર છે. આ ઉપરાંત 11 જૂનથી ચોમાસું સક્રિય થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે 22 જૂન સુધીમાં ચોમાસું મોટાભાગના વિસ્તારોને આવરી લેશે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જૂન માસમાં દેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જ્યારે કેટલાક ભાગોમાં ભીષણ વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં 12 જૂન બાદ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
15 જૂન સુધી આ જિલ્લાઓમાં પડશે વરસાદ
15 થી 22 જૂન વચ્ચે ભારે વરસાદની આગાહી
15 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. જેમાં સુરત, નવસારી, ભરૂચ, જંબુસર, વડોદરા, પંચમહાલ, દાહોદ, લીમખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.





















