Gujarat Rain: આ તારીખ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે, જાણો હવામાન વિભાગનું એલર્ટ
રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે.

અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદ યથાવત છે. અનેક જિલ્લાઓમાં આજે પણ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, આજથી 24 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 18 જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આવતીકાલે 20 જિલ્લામાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી 7 દિવસ કરાઈ છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી લઈ છુટા છવાયા વરસાદની સંભાવના છે. ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે આ કારણે વરસાદ વરસી રહ્યો છે. આ વખતે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલા થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ અને ગાંધીનગર તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે.
આજે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ





















